વડોદરામાં રોડ ઉપર પડેલા ખાડાએ આણંદના વેપારી યુવાનનો ભોગ લીધો :
આણંદથી ધંધાના કામ માટે વડોદરા આવતી વખતે ઘટના બની :
( પ્રતિનિધિ ) વડોદરા,તા.30
શહેર નજીક નંદેસરી બ્રિજ ઉપર વરસાદના કારણે પડેલા ખાડાઓમાં બાઈક ચાલક વેપારી યુવાન ભટકાતા સ્થળ ઉપર કમ કમાટી ભર્યું મોત નીપજ્યું હતું. મોતને ભેટેલ યુવાન આણંદ થી ધંધાના કામ માટે વડોદરા આવી રહ્યો હતો. તે દરમિયાન આ ઘટના બની હતી. યુવાનનું મોત નીપજતા ત્રણ બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે.
આણંદ ભાલેજ રોડ ઉપર આવેલ સોસાયટીમાં રહેતા ૪૩ વર્ષીય ઈરફાનભાઇ ઇબ્રાહીમભાઇ વોરા વેપાર કરે છે. વહેલી સવારે તેઓ પોતાનું બાઈક લઈને વડોદરામાં ધંધાર્થે આવી રહ્યા હતા. દરમિયાન નંદેસરી પુલ ઉપર ભારે વરસાદને કારણે પડેલા ખાડામાં બાઈક ખોટા હતા તેઓ રોડ ઉપર પટકાયા હતા જેના કારણે તેઓને માથામાં ગંભીર્યા પહોંચી હતી. માથામાં થયેલી ગંભીર ઇજાઓના કારણે તેઓનું સ્થળ ઉપર જ મોત થયું હતું. આ બનાવની જાણ પોલીસને થતા પીઆઈ સહિતનું સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને વૃદ્ધિનો કબજો લઈને સહેજ હોસ્પિટલ ખાતે પોસ્ટ માટે મોકલી આપી હતી.
બીજી બાજુ આ બનાવની જાણ ઈરફાન ભાઈ વોરા ના પરિવારજનો અને વડોદરા ખાતે રહેતા તેમના સમાજના લોકોને થતા તેઓ સાહજુ હોસ્પિટલના કુલર ખાતે દોડી આવ્યા હતા પરિવારજનો અને સમાજના લોકોએ જણાવ્યું હતું કે ભારે વરસાદના કારણે રસ્તા ઉપર પડતા ખાડાઓ તાત્કાલિક પુરાણ થવા જરૂરી છે. આજે અમારા સમાજના આસપાસ યુવાનનો થયેલા મોત ખાડાના કારણે થયું કે તંત્ર માટે શરમજનક બાબત છે. બુલેટની છે કે ત્રણ દિવસ પૂર્વે જરૂર પાંચ દેવલા પાસે વડોદરા હાલોલ રોડ ઉપર ખાડામાં પરિવાર સવાર બાઇક ખોટકાવ્યું હતું. જેમાં એક મહિલાને માથામાં ગંદી જગ્યા થવાના કારણે મોત નીપજ્યું હતું. તે બાદ આજે વડોદરા નજીક નંદેસરી પુલ ઉપર ખાડામાં બાઈક પડતા આણંદના વેપારી યુવાનનું મોત થયું છે. આણંદના વેપારી યુવાન ઈરફાનભાઇ વોરાને પત્ની તેમજ સંતાનમાં બે દીકરી અને દીકરો છે ઈરફાનભાઇ નું મોતની તેમના ત્રણ સંતાનો હોય પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે. આ બનાવ અંગે પોલીસે અકસ્માત નો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.