Vadodara

વડોદરા : વાસણા રોડ જંકશન પાસે તંત્રના ઓવરબ્રિજ બનાવવા સામે વધતો જતો જનાક્રોષ,હવે પોસ્ટર વોર શરૂ

પોસ્ટરમાં લખ્યું પહેલા વ્યવસ્થા પછી વિકાસ અને આઝાદ દેશના ગુલામ નાગરિકોને ભીખમાં પહેલા વ્યવસ્થા આપો :

આ પેહલા અગાઉ પૂર્વ સાંસદને ટિકિટ ફાળવવામાં આવતા શહેરમાં પોસ્ટર વોર શરૂ થયું હતું :

કોઈપણ રાજકીય પક્ષને આવા નહીં દે અને વોટીંગ પણ નહીં કરે : કિશન માથુર

વડોદરા શહેરના વાસણા રોડ ઉપર જંકશન પર ડી માર્ટ સર્કલ પાસે 800 મીટરનો ઓવરબ્રિજ બનાવવાનો એક તરફી નિર્ણય કોર્પોરેશન તંત્ર દ્વારા સ્થાનિક લોકો ઉપર થોપી દેવામાં આવ્યો છે. કામગીરી શરૂ કરાતા જ સ્થાનિકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. જો કે તંત્રના પેટનું પાણી નહીં હલતા હવે વિસ્તારમાં પોસ્ટર વોર શરૂ થયું છે.

વડોદરા શહેરના વાસણા રોડ ડી માર્ટ જંકશન ની આસપાસ લઈને મારવામાં આવેલા પોસ્ટરોમાં જણાવવામાં આવ્યું છે કે પહેલા વ્યવસ્થા, પછી વિકાસ અને આઝાદ દેશના ગુલામ નાગરિકોને ભીખમાં પહેલા વ્યવસ્થા આપો, મોદી સાહેબ, આ પોસ્ટરો ક્રાંતિકારી સેનાના નેજા હેઠળ મારવામાં આવ્યા છે અને અંતમાં લખ્યું છે કે મોદી તરફી અને ભાજપ વિરોધી.

આ અંગે સ્થાનિક રહીશ કિશન માથુરે જણાવ્યું હતું કે, છેલ્લા 20 વર્ષથી અહીંયા રહીએ છે. પણ આ બેનરો લાગ્યા છે એ અમને હાલમાં જ ખબર પડી છે. જે બેનરો લાગ્યા છે એ ખરેખર જે તે વ્યક્તિ છે એની હૈયા વરાળ છે. બહુ અપેક્ષા અને આશા સાથે મતો આપ્યા હોય વર્ષો સુધી ભાજપને વડોદરામાં એ એની નહિ અમે પણ આપ્યા છે પણ અમારું તો કોઈ સાંભળવા વાળું નથી. એટલે અમે કહી રહ્યા છે કે જે તે વ્યક્તિ છે એણે કંડારી આપ્યું છે પોસ્ટર લગાડીને, બેનર મારી દીધું છે કે બે ચાર લોકોની તો આંખો ખુલશે. સાહેબ અમે સ્થાનિક છે બ્રિજ કોના માટે બનાવો છો ? સ્થાનિકો માટેને તો સ્થાનિકોને કોઈ વખત પૂછવામાં નથી આવ્યું. તાનાશાહી નિર્ણય છે. જે થોપી દેવામાં આવ્યો છે. સ્થાનિકોને ખબર હોય કે ના હોય કે બ્રિજ બને કે ના બને વધારે અગવડતા પડતી હોય તો અમે ડિમાન્ડ કરતા હોઈએ. વર્ષો પહેલા ના સર્વે પર તમે અહીંયા બ્રિજ થોપી દો છો, તમારી જીદો પૂરી કરવા માટે કરી રહ્યા છે. આ આખી સિસ્ટમ માટે અમે રજૂઆતો નિવેદનો આપ્યા છે. દરેક વખતે વારંવાર રજૂઆત કરી છે. ધારાસભ્યએ પણ અમને સહકાર આપ્યો અને તે પૂરતો પ્રયાસ કરશે. બાકી બીજા કોઈ નેતાઓનું સરાહનીય હેલ્પફૂલ નિવેદન અમને લાગે કે ના અમારું સારું થશે. આમ જનતાનું ભાજપના વોટર્સનું, એવું અમને કંઈ લાગતું નથી. બ્રિજ બનશે તો આ 800 મીટરની પેરી પેરી કહેવાય જે સોસાયટીઓ છે, તે કોઈપણ રાજકીય પક્ષને આવા નહીં દે અને વોટીંગ પણ નહીં કરે તેમ કિશન માથુરે જણાવ્યું હતું.

Most Popular

To Top