બે વાર ગર્ભપાત કરાવી દીધા બાદ આખરે મહિલાને લગ્ન કરવાની ના પાડી તરછોડી દીધી
અમારામાં તો બે લગ્ન ચાલે છે તેમ કહી મહિલાને લગ્ન કરવાની લાલચ આપી હતી
વડોદરા તારીખ 25
બાપોદ વિસ્તારમાં પતિ સાથે છૂટાછેડા લીધા બાદ પોતાના એક પુત્ર સાથે રહેતી મહિલા વારસિયાના ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતી હતી. ત્યારે તેની સાથે સ્ટાફ નર્સમાં કામ કરતા યુવકે લગ્ન કરવાની લાલચ આપીને વારંવાર શરીર સંબંધ બાંધ્યા હતા. જેમાં યુવતી બેવાર ગર્ભવતી થઈ હતી. એકવાર ઘોઘંબા ખાતે ઞર્ભપાત કરાવ્યા બાદ બીજીવાર ઞર્ભપાત કરવા માટે મહિલાએ મંજૂરી નહીં આપતા યુવક તેને ગોત્રી વિસ્તારમાં આવેલા પ્રસૂતીગૃહમાં લઈ જઈને બળજબરી પૂર્વક ગર્ભપાત કરાવ્યો હતો. ત્યારબાદ મહિલાને લગ્ન કરવાની ના પાડી તરછોડીને ભાગી ગયો હતો. જેથી મહિલાએ પ્રેમી યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તેને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.
વડોદરા શહેરના બાપોદ વિસ્તારમાં રહેતી યુવતીએ પોતાનાં મન પસંદ યુવક સાથે લગ્ન કર્યા હતા. જેથી તેને પરિવારના સભ્યો બોલાવતા ન હતા. પતિ સાથે રહેતી યુવતીને લગ્ન જીવન દરમિયાન એક પુત્ર અવતર્યો હતો. પરંતુ યુવકના જન્મ બાદ આ મહિલાએ તેના પતિ સાથે કોર્ટના માધ્યમથી છૂટાછેડા લઈ લીધા હતા. ત્યારબાદ મહિલા વારસિયા વિસ્તારમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી પર લાગી હતી અને પોતાના પુત્ર સાથે અલગ રહીને જીવન ગુજારતી હતી. દરમિયાન આ હોસ્પિટલમાં મહિલા સાથે ગગન રાઠોડ પણ સ્ટાફમાં નોકરી કરતો હતો. દરમિયાન ગગને યુવતીને વર્ષ 2024માં હું તને પ્રેમ કરું છું તેમ કહી પ્રપોસ કરી હતી. જેથી મહિલાએ તેને પરિણીત છે તેમ પૂછ્યું હતું. ત્યારે ગગન રાઠોડે અમારામાં તો બે લગ્ન થાય છે તેમ જણાવ્યું હતું. જેથી મહિલાએ તેની સાથે લગ્ન કરવાની હા પાડી હતી. ત્યારબાદ યુવક મહિલાને મળવા માટે તેના ઘરે આવ્યો હતો ત્યારે તેને મહિલા સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. ત્યારબાદ તો વારંવાર શરીર સબંધ બાંધવાના કારણે મહિલાને ચાર મહિનાની ગર્ભ રહી ગયો હતો. જેથી મહિલાએ યુવકને જણાવતા તેણે તેની સાથે વાત કરવાનું બંધ કર્યું હતુ. જેથી મહિલાએ પોલીસમાં અરજી કરતા યુવકને તેને લગ્ન કરવા કહ્યું હતું અને સમાધાન કરી લઈ ગયો હતો. મહિલાને ઘોઘંબા ખાતે લઈ જઈ ગર્ભપાત કરાવ્યો હતો. ત્યારબાદ ફરી વારંવાર દુષ્કર્મ ગુજારીને મહિલાને ગર્ભવતી બનાવી હતી. પરંતુ આ વખતે મહિલા ગર્ભપાત કરાવવા માટે રાજી ન થતા યુવકે તું ગર્ભ નહીં પડાવે આપણે આત્મ હત્યા કરી લઈશું તેવું કહી ડરાવતો હતો. તેમ છતાં મહિલાની મંજૂરી ન હોવા છતાં ગોત્રીના પ્રસૂતિ ગૃહમાં બળજબરીપૂર્વક ગર્ભપાત કરાવ્યો હતો અને મહિલાને લગ્ન કરવાની ના પાડી તરછોડી ભાગી ગયો હતો. જેથી મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગગન ભીમસિંગ રાઠોડને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.