Vadodara

વડોદરા : વાડી સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામીએ ગીફ્ટ આપવાના બહાને સગીરાને બોલાવી બળાત્કાર કર્યો હતો

આઠ વર્ષે સગીરા પુખ્ત વયની થઈ ગયા બાદ હિંમત દાખવી સ્વામી વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી

કોઈને વાત કરીશ તો તને તથા તારા પરિવારને જાનથી મારી તેવી ધમકી પણ આપી હતી

પ્રતિનિધિ વડોદરા તા. 8
વાડી વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિરમાં કોઠારી સ્વામી દ્વારા યુવતી જ્યારે વર્ષ 2016માં 14 વર્ષની હતી ત્યારે ગિફ્ટ આપવાના બહાને તેને મંદિરના નીચેના રૂમમાં બોલાવી હતી. ત્યારબાદ તેની સાથે સ્વામીએ સગીરા સાથે જબરદસ્તી કર્યા બાદ દુષ્કર્મ ગુજાર્યું હતું. આ વાતની જાણ કોઈને કરીશ તો તને તથા તારા પરિવારને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. આઠ વર્ષ બાદ યુવતી 23 વર્ષની થતા સ્વામી સામે ફરિયાદ નોંધાવી છે. જેથી વાડી પોલીસે મંદિરના સ્વામીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
ભોગ બનનાર યુવતીએ જણાવ્યું હતું કે આ ઘટના 10 સપ્ટેમ્બર 2016ની છે અને હું આજે ફરિયાદ કરવા માટે આવી છું. જગત પાવનદાસ શાસ્ત્રી સામે ફરિયાદ કરવા આવી છું. જે વાડી સ્વામિનારાયણ મંદિરમાં કોઠારી હતા. મારી સાથે બળાત્કારનો બનાવ બન્યો હતો. ફોનના માધ્યમથી તેઓ મારા સંપર્કમાં આવ્યા હતા અને એમણે મારી સાથે whatsapp પર ઘણી વાતચીત ચાલુ રાખી હતી. પછી ગિફ્ટ આપવાના બહાને જબરજસ્તી કરી હતી. 2014 થી હું મંદિરે દર્શન કરવા જતી હતી અને 2016 માં સંપર્ક થયો હતો તેઓ પહેલેથી જ મારા પપ્પાનો નંબર લઈ ચૂક્યા હતા. રાત્રે 10:30 વાગ્યાની આસપાસ તેમણે ફોન કર્યો હતો. એ વખતે મારી પાસે ફોન હતો અને મેં ફોન રિસીવ કર્યો હતો ત્યારે હું જગતપાવનદાસ સ્વામી વાત કરું છું. વાડી સ્વામિનારાયણ મંદિરમાંથી એ રીતે વાતચીતની શરૂઆત કરી હતી અને એ પ્રમાણે મારી ડિટેલ જાણવા માંગતા હતા. ત્યારબાદ whatsapp ઉપર વાતચીત ચાલુ રાખી હતી. ગિફ્ટ આપવાના બહાને વાડી મંદિરની નીચે રૂમમાં બોલાવી હતી અને ત્યારબાદ ત્યાં તેમણે મારી સાથે જબરજસ્તી કરી હતી અને પછી ઘણી ધમકીઓ મને આપી હતી કે, તું કોઈને કહીશ તો હું દવા પી લઈશ, તારા પરિવારને જાનથી મારી નાખીશ એવી ધમકી આપતા હતા. ત્યારે મારી ઉંમર 14 વર્ષની હતી અને અત્યારે મારી ઉંમર 23 વર્ષની છે. તે ટાઈમે મારી પાસે એવો કોઈ સોર્સ હતો નહીં કે હું પોલીસ કમ્પ્લેન કરી શકું. તેમને કડકથી કડક સજા થાય અને કોઈ બીજી છોકરી સાથે મારા જેવું થાય ન એ માટે આ ફરિયાદ નોંધાવવા આવી છું. મે એચ.પી. સ્વામી ,કે.પી સ્વામી અને જે.પી સ્વામી સામે ફરિયાદ નોંધાવી છે.

ધમકી આપી ન્યુડ ફોટા અને વિડિયો મંગાવ્યા હતા
જગત પવનદાસ સ્વામી અમેરિકા ગયા હતા ત્યારે સગીરા માટે ગિફ્ટ લઈને આવ્યા હતા. જેથી સ્વામીએ ફોન કરીને તેને કહ્યું હતું કે સાંજે આરતીમાં આવજે. સગીરા પિતા સાથે ગઈ હતી ત્યારે પિતા આરતીમાં ઊભા રહ્યા હતા. જ્યારે સ્વામી સગીરાનો હાથ પકડીને તેને નીચેના રૂમમાં લઈ ગયા હતા ત્યારબાદ લાઇટ બંધ કરી દુષ્કૃત્ય આચાર્યું હતું. સ્વામીએ જણાવ્યું હતું કે તું રોજ મને ન્યુડ ફોટા મોકલજે નહીંતર હું દવા પી લઈશ. તારા પરિવારને જાનથી મારી નાખીશ. જેથી સગીરા તેના ફોટા તેને મોકલ્યા હતા.

સ્વામીએ સગીરાને ગર્ભ નિરોધક ગોળી પણ ગળાવી હતી
સગીરા સાથે દુષ્કર્મ આચાર્ય બાદ સગીરાને તેના ઘરે જવા કહ્યું હતું. બીજા દિવસે સગીરા સ્કૂલે ગઈ હતી ત્યારે જગત પાવનદાસ સ્વામી તેને સ્કૂલ માં મળવા ગયા હતા અને તેને ગર્ભ નિરોધક ગોળી પણ ખાવા માટે જણાવ્યું હતું. જેથી સગીરાએ સ્વામીએ આપેલી ગર્ભ નિરોધક ગોળી પણ ખાધી હતી. તું મારી સાથે વાત નહીં કરે તો તારા ન્યૂડ ફોટા અને વિડીયો વાયરલ કરી દઈશ તેવી ધમકી આપી હતી. આ ન્યુડ ફોટાને વિડિયો સ્વામી પાસે છે.

Most Popular

To Top