આમોદર ગાયત્રી મંદિર પાસે ઘૂંટણસમા ભરાયા પાણી
માનવસર્જીત આફત, જવાબદારો સામે કયારે કાર્યવાહિ કરાશે?
વાઘોડિયા
ઉપરવાસમાં દેવ ડેમમાં છોડાયેલા પાણીના પગલે જામ્બા નદીના કોતરોનો છલકાતા આમોદર પાસે ગાયત્રી મંદિર નજીક પાણી રોડ પર ફરી વળતાં વડોદરા વાઘોડિયાના સિક્સ લેન માર્ગ પર વાહનોનો લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો. ભારે વરસાદના પગલે જાંમ્બા નદીના કોતરો છલકાતા પાણી ખેતરોની આરપાર સોસાયટી વિસ્તારમાં ફરી વળતાં વડોદરા વાઘોડિયા મુખ્ય માર્ગને બાનમાં લીધો હતો. આમોદર અને ગાયત્રી મંદિર પાસે મુખ્ય માર્ગ પર ઘૂંટણ સમા પાણી ભરાયા હતા.આજે વહેલી સવારથી બપોર સુઘી લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો. જેના કારણે ચાલકોને વાહનો પાણીમાં બંધ પડતા હાલાકી પડી રહી છે. મોટાભાગના વાહન ચાલકો વાયા નિમેટા થઈ વાઘોડિયા તરફ આવી રહ્યા છે. વાઘોડિયા ઔદ્યોગિક વિસ્તારમાં આવતા કર્મચારી, પારુલ યુનિ. તેમજ સુમનદિપ વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ, ડોક્ટરો, નોકરીયાતો અને રાહદારીઓને ભારે હાલાકી ભોગવવાનો વખત આવ્યો છે. સામાન્ય વરસાદ દરમિયાન વાઘોડિયા વડોદરા સિક્સલેન રોડ પર વારંવાર પાણી ફરી વળવાની ઘટના છેલ્લા બે વર્ષથી સતત બની રહી છે. છતાં પણ વહીવટી તંત્ર તેનો ઉકેલ લાવી શકતું નથી. જેના કારણે વાઘોડિયા ઇન્ડસ્ટ્રીઝ પર તેની અસર વર્તાઈ રહી છે. જાંબા નદીના કોતરો પર આડેધડ દબાનોના કારણે પરિસ્થિતિ વિકટ બનતી જાય છે. વડોદરા વિશ્વામિત્રીના દબાણો જે રીતે કોર્પોરેશન દ્વારા દૂર કરવાની કામગીરી હાલ હાથ ધરાઈ છે તે જ પ્રકારે જાંબા નદીના કોતરોને પતાવી દેનાર બિલ્ડરો સામે સિઘાજ કલેક્ટની દેખરેખ હેઠળ કાર્યવાહિ કરવામા આવે તો આમ જનતાને હાલાંકી માંથી ઊગારી શકાય તેમ છે. જોકે વગદારોના હાથનુ રમકડુ બની ગયેલા ભ્રષ્ટ અઘિકારીઓ પાસે આશા રાખવી નકામી છે. જિલ્લા ડિઝાસ્ટર અને કલેક્ટર જામ્બા નદીને ખુલ્લી કરાવે જેથી કુદરતી વહેણ અવરોઘાય નહિ અને પૂર જેવી પરિસ્થિતિને ઊભી થતા જ ટાળી શકાય તેમ છે.
વડોદરા-વાઘોડિયા રોડ પર વરસાદી પાણી ભરાઈ જતા લાંબો ટ્રાફિક જામ
By
Posted on