દુષિત પાણીની મોકાણ વચ્ચે વેરો ભરતા લોકોમાં ભારે રોષ :
પાણીનો હલ કેવી રીતે આવશે, કમિશનર સાહેબને અહિંયા લાવીને બતાવો, તમે ટેક્સ ઉઘરાવો છો, તે શેનો ઉઘરાવે છે. : સ્થાનિક રહીશો
( પ્રતિનિધિ )વડોદરા,તા.29
વડોદરા શહેરના પૂર્વ વિસ્તાર વાઘોડિયા રોડ પર પાલિકાના વોર્ડ 15 માં આવેલી પુષ્ટિ દ્વાર, પુષ્ટિ પ્રભા , વૈકુંઠ સહિતની સોસાયટીમાં છેલ્લા ઘણા દિવસોથી દૂષિત પાણીની સમસ્યા ઉદભવી છે.વારંવાર વોર્ડ કચેરીમાં રજૂઆત કરવા છતાં સમસ્યાનું નિરાકરણ કરવામાં નહીં આવતા સ્થાનિકોએ કોર્પોરેટર આશિષ જોશીને બોલાવ્યા હતા અને દૂષિત પાણી અંગે રજુઆત કરી હતી.જ્યારે કોર્પોરેટર આશિષ જોશીએ તંત્ર સામે આક્રોશ વ્યકત કર્યો હતો.

વડોદરાના પૂર્વ વિસ્તારમાં આવેલા વહીવટી વોર્ડ નં – 15 માં દુષિત પાણીની મોકાણ છે. પાલિકા દ્વારા ઓછા પ્રેશરથી અને દુષિત પાણી આપવામાં આવી રહ્યું છે. જેને પગલે ભારે લોકરોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકો દ્વારા પોતાની સમસ્યાથી કોર્પોરેટરને રૂબરૂ કરાવવા માટે આક્રોશ સાથે સંદેશો મોકલવામાં આવ્યો હતો. જે બાદ કોર્પોરેટર આવી પહોંચ્યા છે. અને કડકાઇ પૂર્વક વેરો ઉઘરાવતી પાલિકા સામે લોકોના રોષને સમર્થન આપ્યું છે. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, વિતેલા કેટલાય સમયથી દુષિત પાણી આવવાનો ત્રાસ છે. પરંતુ છેલ્લા ત્રણ દિવસથી સ્થિતી વધારે ખરાબ છે. પાલિકા જે વેરો માંગી રહી છે, તેની સામે અમને પાણી, ગટરની સુવિધા મળતી નથી. અમે કોર્પોરેટરને મેસેજ કર્યો હતો. આ પાણીનો હલ કેવી રીતે આવશે. કમિશનર સાહેબને અહિંયા લાવીને બતાવો, તમે ટેક્સ ઉઘરાવો છો, તે શેનો ઉઘરાવે છે. અન્યએ જણાવ્યું કે, અમારી સોસાયટીમાં ચામડીના રોગીઓની સંખ્યા વધી રહી છે. અમારી સોસાયટીમાં તમે જુઓ તો દર બીજે દિવસે લોકો દવાખાને જઇ રહ્યા છે. આજે અમે ધારદાર રીતે રજુઆત કરવા ભેગા થયા છે. આશિષ જોષીએ જણાવ્યું હતું કે, આવી લગભગ અડધા વિસ્તારની સોસાયટીઓ ગંદુ પાણી અને લો પ્રેશરથી પાણી વિતરણની પીડિત છે.

ઘરમાં એક જ કામ થઇ શકે તેવી સ્થિતી છે. શરૂઆતના સમયમાં ગંદુ પાણી આવે અને છેલ્લે ચોખ્ખું પાણી આવે તેની સ્થિતી છે. રામ વાટીકાથી લઇને વૈકુંઠ સુધી આ સમસ્યા છે. દર વખતે પાણી પૂરવઠા વિભાગના અધિકારીઓને જાણ કરવાની. સુપર સકર મશીનથી ડ્રેનેજ સાફ કરવામાં આવે, ત્યાર બાદ ત્રણ દિવસ સમસ્યામાંથી રાહત મળે, પછી ફરી જેવી સ્થિતી હતી તેમની તેમ થઇ જાય છે. અહિંયા મોટો ઢોરવાડો છે, ત્યાંથી ડ્રેનેજની મેઇન લાઇન જાય છે, અને ડ્રેનેજ ચેમ્બર બેસી ગઇ છે. થોડાક દિવસે સુપર સકર મશીન લાઇન ઉલેચીને જાય છે. ડ્રેનેજની કામગીરી પણ જરૂરી છે. જે કામ પાલિકાના કમિશનર 35 નોટીસ આપ્યા પછી પણ કોન્ટ્રાક્ટર વેલજી રત્ન સોરઠિયાએ કામ પૂર્ણ નથી કર્યું. તે સૌથી મોટો પ્રશ્ન છે. પૂર્વ વિસ્તારની પાણીની ટાંકીના સંપના લેવલ જળવાતા નથી. આજવાથી આવતી લાઇનનું કામ દોઢ વર્ષથી ટલ્લે ચઢ્યું છે. ત્રણ મહિના બાકી છે, ત્યારે ચેરમેન દ્વારા કામનું એક્સટેન્શન આપવામાં આવ્યું છે. 31 . ડિસે એ કામ પૂર્ણ થવાની ખાતરી સભામાં આપવામાં આવી હતી. જે થયું નથી. કાળું અને ગંદુ પાણી આવી રહ્યું છે. આ પરિસ્થિતીમાં આપણે કડકાઇથી વેરો ઉઘરાવીએ તે યોગ્ય નથી. કોન્ટ્રાક્ટર વેલજી રત્ન સોરઠિયાના કારણે જ પૂર્વ વિસ્તાર પાણીથી વંચિત રહ્યો છે.
