Vadodara

વડોદરા: વાઘોડિયા રોડ પર અંબિકા એપાર્ટમેન્ટની દિવાલ ધરાશાયી, બે થી વધુ લોકો ઈજાગ્રસ્ત

25 વર્ષ જૂની બિલ્ડિંગની દીવાલ અચાનક ધરાશાયી; ઉપરના માળે ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરાયા

વડોદરા શહેરમાં બિલ્ડિંગ સલામતી અંગે ફરી એકવાર સવાલો ઊભા થયા છે. શહેરના વાઘોડિયા રોડ વિસ્તારમાં આવેલ અંબિકા એપાર્ટમેન્ટની દિવાલ અચાનક ધરાશાયી થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનામાં બે થી વધુ લોકોને ઈજાઓ પહોંચ્યાની માહિતી સામે આવી છે.
પ્રાથમિક માહિતી મુજબ, આશરે 25 વર્ષ પહેલાં બંધાયેલ આ એપાર્ટમેન્ટની બાજુની દિવાલ અચાનક તૂટી પડી હતી. દિવાલ ધરાશાયી થતાં આસપાસના લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો અને સ્થાનિકોએ તાત્કાલિક રાહત કામગીરી શરૂ કરી હતી.
ઘટના સમયે એપાર્ટમેન્ટના ઉપરના માળે રહેલા કેટલાક લોકો ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો તેમજ બચાવ ટીમે તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને ફસાયેલા લોકોને સલામત રીતે બહાર કાઢ્યા હતા.
ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. હાલ ઘટનાસ્થળે લોકોની ભીડ એકત્રિત થઈ ગઈ હતી અને સમગ્ર બનાવ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

Most Popular

To Top