ઉકાજીના વાડિયામાં ચાલતા જુગારધામ પર ક્રાઇમ બ્રાન્ચે રેડ કરી, રૂ. 2.39 લાખનો મુદ્દામાલ કબજે
પ્રતિનિધિ વડોદરા તા.23
રાજ્ય પોલીસ વડાના આદેશ બાદ પોલીસ દ્વારા બુટલેગર સહિતના અસામાજિક તત્વો દ્વારા ગેરકાયદે દબાણ ઉભુ કર્યું હોય તેના પર સપાટો બોલાવાઇ રહ્યો છે. દરમિયાન ક્રાઇમ બ્રાન્ચે વાઘોડિયા રોડ પર ઉકાજીના વાડિયામાં ચાલતા જુગારધામ પર રેડ કરી હતી. જેમાં જુગાર રમાડનાર બુટલેગર મહિલા સહિત 11 ખેલીઓ ઝડપાઇ ગયા હતા. સ્થળ પરથી રોકડ રકમ, ત્રણ વાહનો અને 7 મોબાઇલ મળી રૂ. 2.39 લાખનો મુદ્દામાલ કબજે કરી કપુરાઇ પોલીસને સુપ્રત કરાયો છે.
રાજ્ય પોલીસ વડાની સુચના બાદ વડોદરા પોલીસ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં દારૂ અને જુગારની પ્રવૃતિ સાથે સંકળાયેલા શખ્સો સામે સપાટો બોલાવવાનું શરૂ કરવા સાથે આસામાજિક તત્વો દ્વાર પાલિકાના જમીન પર કરેલા દબાણો પણ સફાયો બોલાવવામાં આવે છે. દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમ 22 માર્ચના રોજ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગની કામગીરી કરી રહી હતી. ત્યારે બાતમી મળી હતી કે વાઘોડિયા રોડ પર ઉકાજીના વાડિયા ખાતે રહેતી બૂટલેગર મહિલા હર્ષા અવિનાશ વિશાવે પોતાના રહેણાક મકાનમાં બહારથી માણસો બોલાવીને જુગાર રમાડે છે. હાલમાં પણ જુગાર ચાલુ છે. જેના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે મહિલા પોલીસને સાથે રાખી બાતમી મુજબના સ્થળ પર રેડી કરી હતી. ત્યારે પોલીસને આવતી જોઇને જુગારીઓમાં દોડધામ મચી ગઇ હતી. જેમાં સ્થળ પરથી 11 જેટલા ખેલીઓ ઝડપાઇ ગયા હતા. જુગારીઓની અંગડજતી તથા દાવ પર લાગેલી રોકડ રકમ મળી રોકડ રૂ. 56 હજાર, 3 ટુ વ્હીલર રૂ.1.15 લાખ અને 7 મોબાઇલ રૂ.65 હજાર મળી રૂ.2.39 લાખનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી માટે કપુરાઇ પોલીસ સ્ટેશનમાં સુપરત કરવામાં આવ્યો છે.
- ઝડપાયેલા જુગારીઓના નામ સરનામા
- હર્ષા અવિનાશ વિશાવે (રહે. ઉકાજીનું વાડિયું વાઘોડિયા રોડ વડોદરા )
- અજય મહેશ માળી (રહે. ઉકાજીનું વાડિયું વાઘોડિયા રોડ વડોદરા )
- પ્રિન્સ ઉર્ફે બોડા લક્ષ્મણ કહાર (રહે. શીતળા માતાનો મહોલ્લો, પાણીગેટ વડોદરા)
- ભદ્રેશ ઉર્ફે ભાવલો નટુ કહાર (રહે. ઉકાજીનું વાડિયું વાઘોડિયા રોડ વડોદરા )
- રોહિત મુકેશ કહાર (રહે. વાલ તલાવ ઝુપડપટ્ટી ડભોઇ રોડ વડોદરા )
- ગોવિંદ ફકીરા કહાર (રહે. ઉકાજીનું વાડિયું વાઘોડિયા રોડ વડોદરા )
- મંગા મફા વાઘેલા (રહે. ઉકાજીનું વાડિયું વાઘોડિયા રોડ વડોદરા )
- વિનોદ મંગા વાઘેલા (રહે. ઉકાજીનું વાડિયું વાઘોડિયા રોડ વડોદરા )
- મિશાંત જયંતિ પટેલ (રહે. રતનપુર, પટેલ ફળિયુ, વડોદરા)
- ચિરાગ પ્રકાશ જયસ્વાલ (રહે. રંગવાટિકા સોસાયટી, વાઘોડિયા રોડ વડોદરા)
- વિનોદ શાંતિલાલ પારકર (રહેત સનકલાસીસ ફ્લેટ, વાઘોડિયા રોડ, વડોદરા)
