Vadodara

વડોદરા : વાઘોડિયા બ્રિજ નજીક પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભીષણ આગ ભભૂકી


આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા તંત્રમાં મચી દોડધામ :

10 થી વધુ ફાયરના ટેન્કરો વડે આગ પર કાબુ મેળવવા પ્રયાસ :

( પ્રતિનિધિ )વડોદરા, તા.18

વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર બ્રિજ નજીક મંગળવારે વહેલી સવારે ભીષણ આગ ભભૂકી ઉઠી હતી આગ બેકાબુ બનતા 10થી વધુ ફાયરના ટેન્કરો ઘટના સ્થળે દોડી ગયા હતા અને આગ ઉપર પાણીનો મારો ચલાવી કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.



સમગ્ર રાજ્ય સહિત વડોદરા શહેરમાં પણ હવે ગરમીના તાપમાનમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. તેવામાં વાહનોમાં તેમજ અન્યત્ર આગ લાગવાના બનાવો બની રહ્યા છે. મંગળવારે સવારે વધુ એક આગ લાગવાની ઘટના સામે આવી છે.

વાઘોડિયા રોડ ઉપર બ્રિજ નજીક પ્લાસ્ટિકના ગોડાઉનમાં આકસ્મિક આગ ભભૂકી ઉઠી હતી. બનાવની જાણ થતા જ ફાયર બ્રિગેડના જવાનો ફાયર ટેન્કરો સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા. જોકે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા 10 જેટલા ફાયર ટેન્કરો મંગાવવાની ફરજ પડી હતી.

સતત આગ ઉપર પાણીનો માળો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. જોકે આ આગ કેવી રીતે લાગી તે જાણી શકાયું ન હતું. જો કે એક તબક્કે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા હતા બનાવને પગલે ઘટના સ્થળે લોકટોળા ઉમટી પડ્યા હતા.

Most Popular

To Top