Vadodara

વડોદરા : વહેલી સવારે વૃદ્ધ દંપતિ મંદિરે દર્શન કરવા ગયું, 15 મિનિટમાં તસ્કરોએ ખેલ પડ્યો, વૃદ્ધાએ બૂમાબૂમ કરતા તેમના ગળામાંથી ચેન તોડી લીધી..

વડોદરા તા. 19

એસએસજી હોસ્પિટલમાં તાજેતરમાં જ પોલીસની બેદરકારીના કારણે એક યુવકનું મર્ડર થયું હતું. જેમાં બેદરકાર બે પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા છે. ત્યારે માત્ર નામ પૂરતું પેટ્રોલિંગ કરીને એક જગ્યા પર ઊભા રહી ગલ્લા તલ્લા કરી રહેલા પોલીસના કારણે તસ્કરો બિન્દાસ્ત ચોરીને અંજામ આપી નીકળી જતા હોય છે. દિવાળીપુરા વિસ્તારમાં વહેલી સવારે 5:30 વાગ્યાના અરસામાં દંપતી મંદિરે દર્શન કરવા ગયું અને 15 મિનિટમાં જ તસ્કરો ઘરમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરી હતી. મંદિરેથી પરત આવતા વૃદ્ધ મહિલાએ ચોરોને જોઈને બૂમાબૂમ કરતા તેમના ગળામાંથી પણ સોનાની ચેન તોડીને તસ્કરો ભાગી ગયા હતા. વૃદ્ધે પોલીસ ફરીયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે.


પોલીસ તંત્ર જાણે ચોર, લુટારુઓ અને માથાભારે શખસો ઉપર ધોંસ બેસાડવામાં જાણે નિષ્ફળ ગઈ છે. કારણ કે આ ગુનેગારો કોઈપણ ગુનાને અંજામ આપતા જાણે કોઈથી પણ ડરી રહ્યા નથી. શહેરના વિવિધ વિસ્તારોમાં ચોરી રોજ થઈ રહી છે પરંતુ પોલીસ તેના પર અંકુશ સદંતર નિષ્ફળ નિવડી છે. માત્ર નામ પૂરતું નાઈટ પેટ્રોલિંગ પોલીસના કર્મચારીઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે. નાઈટ પેટ્રોલીંગમાં ડ્યુટી હોય ત્યારે પોલીસ કર્મચારીઓ માત્ર ગાડીમાં બેસીને દેખાડા પૂરતો આંટો મારીને જ ફરાર થઈ જતી હોય છે અને એક જગ્યા પર ઊભા રહી આ કર્મચારીઓ માત્ર ગપ્પા મારતા જોવા મળતા હોય છે. જેના કારણે સોસાયટીઓના બંધ મકાનોને નિશાન બનાવવા માટે તસ્કરોને મોકડુ મેદાન મળી જાય છે અને તસ્કરો ચોરીને અંજામ આપણી સિફત પૂર્વક નીકળી જતા હોય છે. દિવાળીપુરા વિસ્તારમાં આવેલી પરિસનગર સોસાયટીના મકાન નં.સી-92માં વૃદ્ધ દંપતી રહે છે. વહેલી સવારે 5.30 વાગ્યાનાં અરસામાં સીનિયર સિટીઝન સીતારામ કેદારલાલ ગુપ્તા તેમની પત્ની કમલેશબેન સાથે ઘર નજીક મંદિર દર્શન કરવા માટે ગયા હતા. જાણે ચોરી કરવા માટે વોચમાં જ બેઠા હોય તેમ જેવું દંપતી ગયું કે તુરંત તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું અને માત્ર 15 મિનિટમાં ઘરના તાળા તોડી તિજોરીમાં મુકેલા સોના-ચાંદીના દાગીના તથા રોકડની સાફસૂફી કરી તસ્કરો પલાયન થઈ ગયા હતા. દંપતિ મંદિરથી દર્શન કરીને પરત આવતા કમલેશબેન ચોર જોઈ ગયા હતા. જેથી તેઓએ ચોર ચોરની બૂમો પાડતા હતા. દરમિયાન તસ્કરોએ ભાગતી વેળાએ વૃદ્ધાના ગળામાંથી સોનાની ચેઇન તોડીને લઈ ગયા હતા. જેથી સીનીયર સીટીઝને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top