શહેરના અલગ અલગ વિસ્તારોમાં ચાલતા દારૂના અડ્ડા પર રેડ તથા હેરાફેરી દરમિયાન વડોદરા પોલીસે દારૂ પકડ્યો
આગામી દિવસોમાં ગેરકાયદે દારૂની હેરાફેરી તથા વેચાણ ચલાવી નહી લેવાય પોલીસ કમિશનર
પ્રતિનિધિ વડોદરા તા.28
વર્ષ 2025 દરમિયાન વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારોમાં સ્થાનિક પોલીસ તથા એજન્સીઓ દ્વારા દરોડો પાડીને દેશી તથા વિદેશી દારૂ સહિત રૂ. 9.45 કરોડનો દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યા છે. જેમાં પોલીસ દ્વારા એક વર્ષમાં 3182 ગુના દાખલ કર્યા છે અને જેમાં દેશી તથા વિદેશી દારૂનું વેચાણ કરનાર 3117 આરોપીની ધરપકડ પણ કરી લેવામાં આવ્યાં છે.
વડોદરા શહેરમાં વર્ષ 2025માં પ્રોહિબીશનની પ્રવૃતિ ઉપર લગામ લગાવવા માટે કાર્યવાહી કરવાની સુચનાઓ પોલીસ કમિશન નરસિમ્હા કોમાર દ્વારા આપવામાં આવી હતી. જેને લઇને શહેર પોલીસ એક્શનમાં આવી ગઇ હતી અને વિવિધ વિસ્તારોમાં ગેરકાયદે ચાલતા દારૂના અડ્ડા પર રેડ તથા દારૂની હેરાફેરી પર સપાટો બોલાવ્યો હતો. જેમાં વિવિધ સ્થાનિક પોલીસ તથા એજન્સીઓ દ્વારા રૂ.19.99 લાખનો દેશી તથા રૂ.9.25 લાખનો વિદેશી દારૂ મળી રૂ.9.45 કરોડનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. જેમાં દેશી દારૂના 2077 તથા વિદેશી દારૂના 1105 મળી રૂ. 3182 ગુના દાખલ કરવામાં આવ્યાં હતા. જેમાં દેશી દારૂ સાથે 2101 આરોપી તથા વિદેશી દારૂ સાથે 1016 આરોપી મળી કુલ 3117 આરોપીઓની ધરપકડ કરીને તેમને જેલ ભેગા કરી દેવામાં આવ્યા છે. પોલીસ કમિશનરે જણાવ્યું હતું પોલીસ દ્વારા વર્ષ દરમિયાન 3 હજાર ઉપરાંત પ્રોહિબિશનના ગુના દાખલ કરીને 3 હજાર ઉપરાંત આરોપીઓ જેલ ભેગા કરીને વર્ષ 2025 દરમિયાન 9.45 લાખનો દેશી તથા વિદેશી દારૂ કબજે કરવામાં આવ્યો છે. હજુ પણ શહેર વિસ્તારમાં ગેરકાયદે દેશી તથા વિદેશી દારૂનું વેચાણ કરનાર બૂટલગરો સામે સખ્તાઇ અપનાવીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. કોઇ સંજોગોમાં આવા ગેરકાયદે વસ્તુનું વેચાણકરનાર લોકો પ્રવૃતિ ચલાવી લેવામાં આવે નહી.
દારૂ સાથે પકડાયેલા વાહનો, મોબાઇલ સહિતનો રૂ.6.21 કરોડનો અન્ય મુદ્દામાલ કબજે
વર્ષ 2025 દરમિયા પોલીસ અલગ અલગ વિસ્તોરમાં રેડ કરીને દેશી તથા વિદેશી દારૂનુ ગેરકાયદે વેચાણ કરનાર આરોપીઓને ઝડપી પાડ્યાં હતા. ત્યારે તેમની પાસેથી દારૂના જથ્થા સાથે અન્ય મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે. જેમાં રૂ.5.51 કરોડના 190 વાહનો,14.30 લાખના 193 મોબાઇલ, રોકડા રૂપિયા 9.75 લાખ અન્ય મુદ્દામાલ 45.86 લાખ મળી કુલ રૂ. 6.21 કરોડના મુદ્દામાલનો સમાવેશ થા યછે.
પ્રોહિબિશન એકટ 93 હેઠળ કાર્યવાહી
પોલીસ દ્વારા શહેરમાંથી દારૂની ગેરકાયદે પ્રવૃતિ કરનાર શખ્સો સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી કરાઇ છે. જેમાં પ્રોહિબીશન એકટની કલમ 93 હેઠળ 822 આરોપીની સામે અટકાયતી પગલા લેવામાં આવ્યાં છે. જામીન બાદ પણ પ્રોહિબીશનનો ભંગનો ગુનો આચરનાર 189 દરખાસ્તો આધારે કુલ રૂપિયા 5.60 લાખ જેટલી રકમનો દંડ વસુલાત કરાવવામાં આવ્યો છે.
128 આરોપીને PASA હેઠળ કાર્યવાહી, 11 તડીપાર કરાયાં
પ્રોહિબીશનના ગુનાઓમાં પકડાયેલ 128 આરોપી વિરૂધ્ધ પાસા એક્ટ મુજબની કાર્યવાહી કરી તેમને જેલ હવાલે કરવામાં આવ્યાં છે. 3 આરોપીને જેલ હવાલે કરવામાં આવ્યાં છે. અટકાયતી ઇસમો પૈકી 15 લીસ્ટેડ બુટલેગરોની પાસા ધારા હેઠળ અટકાયત કરવામાં આવી છે.તેવી જ રીતે માથાભારે તેમજ પ્રોહિબીશનની પ્રવૃતિ સાથે સંકળાયેલ 11 આરોપી તડીપાર કરી શહેર બહાર મોકલી આપવામાં આવ્યાં છે. દારૂ પીવાના 3409 કેસ શોધી કાઢયા છે. જે પૈકી નશો કરી ડ્રંક એન્ડ ડ્રાઇવ કરતા 862 ગુના દાખલ કરાયા છે.
વડોદરા શહેર સહિત અન્ય શહેર તેમજ સમગ્ર ગુજરાત તથા ગુજરાત બહાર બહાર પણ પોતાનું દારુનું નેટવર્ક ચલાવનાર સંગઠીત ટોળકી તરીકે કામ કરતા ઇસમો વિરૂધ્ધ Gujarat Control of Terrorism and Organised Crime Act-2015 (GUJCTOC-2015) હેઠળ ગુનો દાખલ કરી ટોળકીની પ્રવૃતિ ઉપર અંકુશ મેળવવામાં સફળતા પોલીસ મળી છે. GUJCTOC કાયદા હેઠળ દારૂનું નેટવર્ક ચલાવનાર સંગઠીત ગેંગ તરીકે સંચાલન કરતી નામચીન અલ્પુ સિંધી સંચાલિત ગેંગના 8 આરોપીઓ વિરૂધ્ધ કુલ 268 ગુનાઓમાં સંડોવણી બદલ કાર્યવાહી કરવામાં આવી છે.
કોની સામે ગુજસીટોકનો ગુનો દાખલ
અલ્પેશ ઉર્ફે અલ્પ હરદાસમલ વાધવાણી (સીધી)
જુબેર સફીભાઇ મેમણ
મોહીત ઉર્ફે બટકો પ્રકાશભાઇ મનવાણી
હરેશ ઉર્ફે હરી ચંદ્રકાંત બ્રહ્મક્ષત્રીય
ધર્મેશ ઉર્ફે ગોલુ ઇન્દ્રકુમાર સચદેવ
કમલેશ ઉર્ફે પપ્પુ વિનોદભાઇ ડાવર
રવિ બીમનદાસ દેવજાણી
યશ મહેશભાઈ ચાવલા
વર્ષ 2025માં ઝોન પ્રમાણે કેટલો દારૂનો નાશ કરાયો
ઝોન કાર્યક્રમ કેસ બોટલ કિંમત
1 3 313 196627 3.89 કરોડ
2 2 62 7433 24.72 લાખ
3 3 319 59390 1.82 કરોડ
4 2 411 214113 3.29 રકરોડ
કુલ 10 1105 477563 9.25 કરોડ