Vadodara

વડોદરા : વર્ષ 2024માં ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર વાહનચાલકોને 4 કરોડનો દંડ

પ્રતિનિધિ વડોદરા તા.2

વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા વર્ષ 2023 કરતા વર્ષ 2024 દરમિયાન 640 ટકા વધારે એન્ફોર્સમેન્ટ સહિતની કામગીરી કરવામાં આવી છે. ઉપરાંત દોઢ લાખથી વધુ ઇ-ચલણ જનેરેટ કર્યા છે અને વાહનચાલકોને 4 કરોડથી વધુ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે અને વારંવાર ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર 8 હજાર જેટલા વાહનો પોલીસે ડીટેઇન કર્યા હોવાનું પોલીસના સુત્રો જણાવી રહ્યા છે.

વડોદરા ટ્રાફિક ડીસીપી જ્યોતિબેન પટેલે જણાવ્યું હતું કે, વડોદરા શહેરની જાહેર જનતા રોડ ઉપર સુરક્ષિત રીતે ફરી શકે અને એકસીડન્ટમાં ઘટાડો  નોંધાય તેના માટે ટ્રાફિક પોલીસ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવતી હોય છે અને વાહનચાલકોને કાયદાનું ભાન કરાવાય છે. વર્ષ 2023 કરતા વર્ષ 2024 દરમિયાન 640 ટકા વધારે એન્સફોર્સમેન્ટની કામગીરી કરાઇ છે. વડોદરા મહાનગરપાલિકા, એનએચએઆઇ અને આરટીઓ સહિતની વિવિધ એજન્સીઓના સહયોગ અને સંકલનમાં રહી અકસ્માત ઘટાડવા માટે કામગીરી કરવામાં આવી છે. જેને કારણે વર્ષ 2023 કરતા વર્ષ 2024માં ફેટલ એકસીડન્ટમાં 10 % જેટલો ઘટાડો પણ નોધાયો છે.  વર્ષ 2024માં પોલીસ પોઇન્ટ પર ઊભા રહીને ટ્રાફીક પોલીસ દ્વારા ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર વાહનચાલકો પાસેથી રૂ. 4 કરોડ રૂપિયા ઉપરાંતનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. આ ઉપરાંત કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમમાંથી સીસીટીવીની મદદથી 1.50 લાખથી વધુ ઈ-ચલણ પણ જનરેટ કરાયા છે. વર્ષ 2024માં સ્કૂલ રીક્ષા, સ્કૂલ વાન અને ભારદારી વાહનો સહિત વારંવાર ટ્રાફિક ભંગ કરતા 8 હજાર વાહનો ટ્રાફિક પોલીસ દ્વારા ડીટેઇન પણ કર્યા છે.  અકસ્માતો રોકી શકાય માટે વડોદરા મહાનગરપાલિકા અને નેશનલ હાઇવે ઓથોરિટી સાથે મળીને અકસ્માતો ઘટાડવા માટે પ્રયાસ કરીએ છીએ. જ્યાં જરૂર ત્યાં ડિવાઈડર કટ ઓપન કર્યા છે અને બંધ પણ કર્યા છે. સર્કલને જરૂર હોય ત્યાં નાના અને મોટા કર્યા છે અને દબાણો પણ દૂર કરવામાં  આવ્યાં છે.

– વર્ષ 2025માં લોકોના જીવ ન જાય અને નુક્સાન ન થાય તેના માટે પણ પ્રયાસ કરાશે

 વર્ષ -2024માં જ્યાં જ્યાં અકસ્માતો થયા છે તેનું ટ્રાફિક પોલીસ દ્વારા એનાલિસિસ કરી રહ્યા છીએ. જ્યાં વધારે અકસ્માત થયા હશે ત્યાં વડોદરા મહાનગરપાલિકા અને નેશનલ હાઇવે ઓથોરિટી સાથે મળીને વિઝિટ કરીશું અકસ્માતો નિવારવા માટે જે પગલાં ભરવાના થશે તે પગલા પણ પાલિકા સાથે મળીને  ભરીશું. વર્ષ 2025માં લોકોના જીવ ન જાય તે વાહન ચાલકો સહિતના વ્યક્તિઓને નુકસાન ન પહોંચે તે માટે તમામ પ્રયાસ કરવામાં આવશે.

– ઓવર સ્પીડિંગ દ્વારા વાહન ચલાવતા 2700થી વધુ ઓવર સ્પીડિંગ કરનારા દંડાયા

વર્ષ 2024માં રોંગ સાઈડ વાહન હંકારતા 330 વિરુદ્ધ ગુનો નોંધાયો છે. તેમાં ઓવર સ્પીડિંગ દ્વારા વાહન ચલાવતા 2700થી વધુ ઓવર સ્પીડિંગ કરનારા દંડાયા કરાયા હતા. સાડા પાંચસોથી વધુ અકસ્માતના કેસ નોંધાયા છે. સાથે ટ્રાફિક પોલીસ દ્વારા સતત કાર્યવાહી કરાતા ગયા વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે ફેટલ એક્સિડન્ટમાં 10% નો ઘટાડો નોંધાયો છે. 

Most Popular

To Top