કોઇ વિઝા કાઢ્યા નહી અને ખોટા લેટર પધરાવી ફરાર થઇ ગઇ હતી
ક્રાઇમ બ્રાન્ચે આજવા રો પરથી મહિલા આરોપીને દબોચી ગોરવા પોલીસને સોંપી
પ્રતિનિધિ વડોદરા તા.6
વર્ક પરમિટ વિઝા બનાવી આપવાના બહાને 26.50 લાખની માતબર રકમ પડાવી લીધા બાદ કોઇ વિઝા નહી બનાવી આપી અને ખોટો લેટર આપી વિઝાનું કામ નહી કરી આપી ઠગાઇ કરવાના ગુનામાં છેલ્લા દોઢ વર્ષથી ફરાર મહીલા આરોપીને ક્રાઇમ બ્રાન્ચે તેના આજવા રોડના ઘરેથી ઝડપી પાડી આગળની કાર્યવાહી માટે ગોરવા પોલીસને સોંપવામાં આવી છે
વડોદરા શહેરના જુદા-જુદા વિસ્તારોમાં આવેલા પોલીસ સ્ટેશનમાં વિવિધ ગુનામાં નાસતા ફરતા હોય તેવા આરોપીઓને ઝડપી પાડવા માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગમાં ફરી રહી હતી.આ નાસતા ફરતા આરોપીઓની ટેકનીકલ-હ્યુમન સોર્સના આધારે સતત શોધખોળ કરી રહ્યાં હતા. તે દરમ્યાનવરષ 2024માં ગોરવા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ઠગાઇના ગુનામાં સંડોવાયેલી મહિલા આરોપી નંદનીબેન અજયરાવ શિંદે (રહે.ગણેશનગર (વિજયનગર) આજવા રોડ, વડોદરાનાઓ) ફરાર થઇ જતી હતી. દરમિયાન આ મહીલા સામે કોર્ટે વોરંટ ઇસ્યું કર્યું હોવાનું તેમજ આ મહીલાને નાસતી ફરતી હતી. ત્યારે મહીલા 6 ફેબ્રુઆરીના રોજ તેના આજવા રોડ વિજયનગર ખાતેના મકાને હાજર હોવાની માહીતી મળી હતી.
જેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમ મહીલા પોલીસને સાથે લઇને મહીલા આરોપીના ઘરે તપાસ કરી હતી. ત્યારે મહિલા આરોપી ઘરમાં હાજર હોય તેની દબોચીને ધરપકડ કરી આગળની કાર્યવાહી માટે ગોરવા પોલીસ સ્ટેશન સોંપાઇ છે.
મહિલાએ વર્ષ 2023માં યુવકને યુકે ખાતેના ત્રણવર્ષના વર્ક પરમિટ વિઝા આપવાના બહાને તેમની પાસેથી રૂ. 21 લાખ પડાવી લીધા હતા. ઉપરાંત અન્ય પાસેથી રૂ. 5.50 લાખ મળી રૂ. 26.50 લાખ જેટલી માતબર રકમ લીધા બાદ પણ કોઇ વર્કપરમિટ વિઝા કઢાવી આપ્યાં ન હતા. જેથી મહિલા સાથે છેતરપીંડી ગુનો દાખલ થયો હતો.
ક્રાઇમ બ્રાન્ચે આરોપી મહિલાને આગળની કાર્યવાહી માટે ગોરવા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવી છે.