Vadodara

વડોદરા : વરસાદી માહોલમાં બુટ પહેરતા પહેલા ચેક કરજો નહીં તો થઈ શકે છે જીવને જોખમ

કોયલીમાં મકાન બહાર મુકેલી પેટીમાં પડેલા બુટમાં કોબ્રાની આરામ મુદ્રા :

વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટના કિરણ શર્માએ ઝેરી સર્પ કોબ્રાનું રેસ્ક્યુ કર્યું :

( પ્રતિનિધિ )વડોદરા,તા.6

વડોદરા શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે આવા સમયે નગરજનો બુટ પહેરતા પહેલા ચેતી જજો બુટમાં કોબ્રા સાપે આરામ ફરમાવ્યો હતો.

સમગ્ર રાજ્ય સહિત વડોદરા શહેરમાં પણ હવામાન વિભાગની આગાહી મુજબ મેઘરાજા ફરી એક વખત મહેરબાન થયા છે. તેની સાથે સાથે શહેરમાં આવેલા પૂર બાદ રહેણક વિસ્તારોમાંથી વરસાદી માહોલ માં મગરો અને સરીસૃપો નીકળતા હોવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. જે આજે પણ યથાવત જોવા મળી રહ્યા છે.

વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ અરવિંદ પવાર ઉપર કોયલી ખાતે આવેલી અવધવિહાર સોસાયટી ના મકાન નંબર 109 માંથી મકાન માલિક નો ફોન આવ્યો હતો કે, અમારા મકાનની આગળ મૂકેલી ચપ્પલ બુટ મૂકવાની પેટીમાં મુકેલા એક બુટમાં સાપ બેઠો છે. જેથી વાઇલ્ડ લાઈફ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ અરવિંદ પવારે કિરણ શર્માને સ્થળ પર મોકલ્યા હતા. જેમણે સ્થળ પર જઈ તપાસ કરતા એક બુટમાં ઝેરી સર્પ પ્રજાતિનો કોબ્રા સાપ જોવા મળ્યો હતો. જેને સાવચેતી પૂર્વક રેસ્ક્યુ કરી સહી સલામત રીતે વન વિભાગને સોંપવામાં આવ્યો હતો.

Most Popular

To Top