રાકેશ ઉર્ફે રજનીકાંત જયસ્વાલ બુટલેગર અને તેના સાગરી તો વોન્ટેડ
વડોદરા ગ્રામ્ય વિસ્તારના વરણામાં પોલીસ માહિતી ના આધારે રતનપુર ગામના જીલ એસ્ટેટ પાસેથી કન્ટેનર માંથી 17.68 લાખનો વિદેશી દારૂનો વિપુલ જથ્થા સાથે 27.68 લાખ નો મુદ્દા માલ કબ્જે કર્યો હતો. તેમજ બુટલેગર અને તેના સાગરીતોને વોન્ટેડ જાહેર કર્યા હતા.
વરણામાં પોલીસ ને બાતમી મળી હતી રતનપુર નો કુખ્યાત બુટલેગર રાકેશ ઉર્ફે લાલો રજનીકાંત જયસ્વાલે બહારથી એક કન્ટેનર માં વિદેશી દારૂનો વિપુલ જથ્થો મંગાવ્યો છે અને એના ઘરે આ જથ્થો ઉતરનાર છે ના આધારે પોલીસે રતનપુર પાસેથી કન્ટેનર પકડી પાડ્યું હતું. પણ પોલીસને જોઈને બુટલેગર રાકેશ ઉર્ફે લાલુ તેમજ ડ્રાઇવર ભાગી ગયો હતો. પોલીસે તપાસ કરતા કન્ટેનર માંથી વિદેશી દારૂની 17.68 લાખની કિંમતની 12000 બોટલ મળી આવી હતી જેથી દારૂ અને કન્ટેનર મળી 27.68 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. તેમજ બુટલેગર રાકેશ ઉર્ફે લાલો તેમજ ચાલકને વોન્ટેડ જાહેર કરી બંનેની શોધખોળ શરૂ કરી છે.