Vadodara

વડોદરા: વડોદરા રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 6 પરથી 21 કિલોગ્રામ પોસડોડાનો જથ્થો ઝડપાયો

પ્રતિનિધિ વડોદરા તા. 9
વડોદરા રેલ્વે સ્ટેશન ના પ્લેટફોર્મ નંબર 6 પરથી 21.620 કિલોગ્રામ પોસડોડાના જથ્થા સાથે એક શખ્સ અને કાયદાના સંઘર્ષ આવેલી કિશોરીને ઝડપી પાડયા હતા. રેલવે પોલીસે તેમની પાસેથી પોસડોડા સહિત રુ.70 હજારનો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરાઇ છે.

પશ્ચિમ રેલવેમાં દોડતી ટ્રેનોમાં નશાકારક વસ્તુઓની ગેરકાયદે હેરાફેરી થતી હોય છે. ત્યારે આ ગેરકાયદે હેરાફેરી અટકાવવા તથા નાર્કોટિક્સની બદીને ડામવા માટે
પશ્ચિમ રેલવે પોલીસ અધિક્ષક સરોજકુમારીની સૂચના આપી હતી. જેથી પીઆઇ એમ.આર.નકુમના માર્ગદર્શન મુજબ વડોદરા રેલ્વે પોલીસ સ્ટેશનની ટીમ 8 જૂનના રોજ સાંજના સમયે રેલ્વે સ્ટેશન ઉપર ફુટ પેટ્રોલીંગ કરી રહ્યા હતા. તે દરમ્યાન પ્લેટફોર્મ નંબર 6 ઉપર એક શખ્સ અને બાળ કિશોરી બે થેલા તથા બે બેગ સાથે બેઠા હતા. ત્યારે પીએસઆઇ એ.જે.પંડયા સહિત કર્મચારીઓએ થેલાઓ-બેકપેકોમાં તલાસી લેતાં 21.620 કિ.ગ્રા. પોશડોડા કિંમત રૂા.64 હજાર મળી આવ્યા હતા. જેથી પોલીસે આદિત્ય દેવીલાલ ઘાકડ, ( રહે.ગામ-એરા, તા.-સીતામઉ, જી.-મંદસૌર, મધ્યપ્રદેશ) તથા કાયદાના સંઘર્ષમાં આવેલી બાળ કિશોરીને ઝડપી પાડયા હતા.પોલીસે તેમની પાસેથી પોસડોડા તથા એક મોબાઈલ મળી રુ. 70 હજારનો મુદ્દામાલ કબજે કરાયો છે. પોલીસ દ્વારા ક્યાંથી પોસડોડા લાવ્યા અને કોને ત્યાં લઈ જતા હતા તેની પૂછપરછ હાથ ધરાઈ છે.

Most Popular

To Top