કન્સલ્ટન્સી કંપનીમાં કામ કરતા 60 થી 70 યુવક યુવતીઓને રેસ્ક્યુ કરી નીચે ઉતાર્યા
ઈલેક્ટ્રીક પેનલ બોર્ડમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન

( પ્રતિનિધિ )વડોદરા,તા.20
વડોદરા શહેરના વડીવાડી એટલાન્ટિક બિલ્ડીંગમાં મોડી રાત્રે આગ લાગવાની ઘટના બની હતી. ચોથા માળ પરથી ધુમાડાના ગોટે ગોટા નીકળ્યા હતા.લોકોમાં પણ ભારે ફફડાટ ફેલાયો હતો.જ્યારે ફાયર બ્રિગેડના જવાનો દ્વારા કન્સલ્ટન્સી કંપનીમાં કામ કરતા 60 થી 70 યુવક યુવતીઓને રેસ્ક્યુ કરી નીચે ઉતાર્યા હતા.

વડોદરા શહેરના વડીવાડી વિસ્તારમાં આવેલા એટલાન્ટિક બિલ્ડિંગમાં ચોથે માળે આગ લાગવાની ઘટના બની હતી.બનાવની જાણ થતા જ વડીવાડી ફાયર સ્ટેશનના ફાયર જવાનો ઘટના દોડી આવ્યા હતા.ચોથા માળ ઉપર આગ લાગી હોય ધુમાડાના ગોટેગોટા નજરે પડ્યા હતા.તાત્કાલિક ફાયર બ્રિગેડના જવાનોએ ઇલેક્ટ્રીક સપ્લાય બંધ કરીને આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આગ ઈલેક્ટ્રીક પેનલ બોર્ડમાં લાગી હતી.જેમાં ઇલેક્ટ્રીકના તમામ વાયરો સળગી ગયા હતા.સદનશીબેન કોઈ જાનહાની થઈ ન હતી.જો કે એક તબક્કે લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. સબ ફાયર ઓફિસર ધર્મેશ જાદવે જણાવ્યું હતું કે,વડી વાડી વિસ્તારમાં એટલાન્ટિક બિલ્ડીંગમાં ચોથે માળ ઉપર આગ લાગી હતી, તેઓ કોલ મળ્યો હતો.જેથી વડી વાળી ફાયર સ્ટેશનનો સ્ટાફ અમે ઘટના સ્થળે આવ્યા ત્યારે પબ્લિકને ઉપરથી નીચે ઉતારી હતી. વધારે ધુમાડો દેખાઈ રહ્યો હતો. ચોથા માળ ઉપર મોટી આગ લાગી હોય તેવું દેખાતું હતું. ઘટના સ્થળ ઉપર ઇલેક્ટ્રીક સપ્લાય પૂરા પેનલ બોર્ડમાં આગ લાગી હતી. ઈલેક્ટ્રીકના ઘણા બધા કેબલ સળગી ગયા હતા. ઘણા બધા માણસો અહીંયા હતા અને સમયસર તેઓ નીચે ઉતરી ગયા હતા કોઈ જાનહાની થઈ ન હતી.

