વડોદરાના વડસર રોડ પરથી માંજલપુર પોલીસ અને એલસીબી ઝોન 3ની ટીમ દ્વારા કારમાંથી ગાંજાનો જથ્થો લઈ જતા ચાર શખ્સોને ઝડપી પાડ્યા છે.
વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા વડસર રોડ પરથી એક કારમાં ચાર જેલર શખ્સો ગાંજો લઈ પસાર થવાના છે,તેવી મળેલી બાતમીના આધારે માંજલપુર પોલીસ તથા એલસીબી ઝોન 3ની ટીમ દ્વારા વડસર રોડ પર વોચ ગોઠવી હતી. દરમિયાન સ્થળ પરથી બાતમી મુજબની કાર આવતા પોલીસને જોઈને ચાલકે કાર દોડાવીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પોલીસે કાર ઝડપી પાડી હતી. કારમાંથી ચાર જેટલા શખ્શો બેઠેલા હતા. જેથી ચાર જણાને નીચે ઉતારીને કારમાં તપાસ કરી હતી. ત્યારે તેમની પાસેથી ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસ કાર અને ચાર જેટલા મોબાઈલ અને ગાંજાનો જથ્થો કબજે કરી ક્યાંથી લાવ્યા હતા અને કોને આપવા જતા હતા. પોલીસ દ્વારા તે દિશામાં આરોપીઓની પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
