પ્રતિનિધિ વડોદરા તા. 20
વડોદરા સેન્ટ્રલ જેલમાં અવાર નવાર રજા પર ગયેલા કેદી ફરાર થઇ જતા હોય છે ત્યારે વચગાળાની જામીન તથા પેરોલ રજા પર ગયેલો બે પાકાનો કેદીએ રજા પુર્ણ થયા બાદ પરત જેલમાં હાજર થવાના બદલે બારોબાર થઈ ગયા હતા. જેલરે બંને પાકા કામના કેદી વિરુદ્ધ રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
આણંદ જિલ્લાના મદનપુરા ખાતે રહેતો અલ્પેશ ખોડા ઠાકોર વડોદરા સેન્ટ્રલ જેલમાં પાકા કામના કેદી તરીકે સજા ભોગવતો હતો. દરમિયાન કેદીએ 14 દિવસની વચગાળાના જામીન રજા માટે 20 ઓગસ્ટ 2024ના રોજ અરજી કરી હતી. જે અરજી મંજુર થઇ જતા કેદીને 22 ઓગસ્ટ 2024 ના રોજ જેલમાંથી મુક્ત કરાયો હતો અને રજા પૂર્ણ થતા 2 સપ્ટેમ્બરના રોજ જેલમાં હાજર થવાનું હતું, પરંતુ આ કેદી હાજર નહી થઇ બારોબાર ફરાર થઈ ગયો હતો. તેવી જ રીતે આમોદ તાલુકાના નિણમ ગામે રહેતો લક્ષ્મણ ઉર્ફે મોચિયો સુરેશ પાટણવાડિયા પણ પાકા કામના કેદી તરીકે સજા ભોગવતો હોય 30 ઓગષ્ટના રોજ તેને પેરોલ રજા મંજુર થાત મુક્ત કરાયો હતો. તેને પરત7 સપ્ટેમ્બરના રોજ હાજર થવાનું હતું પરંતુ હાજર થયો ન હતો અને ફરાર થઇ ગયો હતો. જેથી જેલરે બંને કેદીઓ વિરુદ્ધ રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે,