વડોદરા તા.2
આણંદ જિલ્લાના મેઘવા ગામે રહેતા શખ્સ દ્વારા સગીર બાળકનું અપહરણ કરીને તેની હત્યા કરી દીધી હતી. જેના ગુનામાં કોર્ટ દ્વારા આરોપીને આજીવન કેદની સજા ફટકારતા તેને વડોદર સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવ્યો હતો. દરમિયાન પાકા કામનો કેદી વચગાળાના જામીન પર છુટીને પુન: જેલમાં હાજર નહી થઇને બારોબાર ફરાર થઇ ગયો હતો. છેલ્લા બે માસથી નાસતા ફરતા કેદીને ક્રાઇમ બ્રાન્ચે ડાકોરમાંથી ઝડપી પાડ્યો છે. વડોદરા લાવ્યા બાદ કેદીને સેન્ટ્રલ જેલમાં સુપ્રત કરાયો છે.
આણંદ જિલ્લાના મેઘવા ગામે રહેતા જશભાઇ ઉર્ફે જશિયો બળવંત ચાવડા વર્ષ 2017માં સગીર બાળકનું અપહરણ કર્યું હતું અને બાદમાં તેની હત્યાના કરી દીધી હતી. જેના ગુનામાં પોલીસ દ્વારા જશ ચાવડાની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરાતા કોર્ટ દ્વારા આરોપીને આજીવન કેદીની સજા ફટકારતા આરોપી વડોદરા સેન્ટ્રલ જેલમાં પાકા કામના કેદી તરીકે સજા કાપતો હતો. દરમિયાન બે મહિના પહેલા તેને જેલમાંથી વચગાળાની જામીન રજા પર મુક્ત કરવામાં આવ્યો હતો. રજા પૂર્ણ થયા બાદ કેદીએ જેલમાં પરત હાજર થવાનું હતું પરંતુ કેદી હાજર નહી થઇ બારોબાર ફરાર થઇ ગયો હતો. દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમ જેલમાંથી રજા મેળવીને ફરાર થઇ ગયેલા કેદીઓની શોધખોળ કરતી હતી. ટેકનિકલ સોર્સના આધારે તપાસ કરતા બાતમી મળી હતી કે હત્યાના ગુનામાં ફરાર કેદી ડાકોરમાં આશ્રય લઇ રહ્યો છે. જેના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ત્યાં પહોચી ગઇ હતી અને હત્યાના ગુનાના કેદીને ઝડપી પાડ્યો હતો. તેને વડોદરા લાવ્યા બાદ સેન્ટ્રલ જેલમાં પરત સોંપવામાં આવ્યો છે,