પાણી ભરાયેલા ઊંડા ખાડામાં ઉતરેલા કર્મચારીની સેફટીને લઈ સવાલો :
એક તરફ પાણીનો કાળો કકળાટ બીજી તરફ હજારો ગેલન પાણીનો થયો વેડફાટ :
( પ્રતિનિધિ ) વડોદરા તા.13
વડોદરા શહેરમાં હાલમાં ચાલી રહેલ કાળજાળ ગરમીમાં નગરજનો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે. પાલિકાની વડી કચેરી ખાતે પણ મોરચા મંડાઈ રહ્યા છે. ત્યારે બીજી તરફ અમિત નગર બ્રિજ પાસે આડેધડ કરવામાં આવેલી કામગીરીના કારણે લાઈનમાં લીકેજ થતા હજારો લિટર પાણીનો વેડફાટ થયો હતો, તો માર્ગ પર નદી વહેતી થઈ હતી.
સ્માર્ટ સિટી વડોદરા શહેરમાં એક તરફ કેટલાક વિસ્તારોમાં લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે. દોષિત અને મળમૂત્ર વાળા પાણીના કારણે તે વિસ્તારના લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે પાણી માટે કચેરી પાલિકાની વડી કચેરીમાં પણ મોરચા મંડાઈ રહ્યા છે તો બીજી તરફ તંત્રમાં દીવા તળે અંધારું જેવો ઘાટ જોવા મળી રહ્યો છે. અમિત નગર બ્રિજ પાસે પાલિકાના પાણી પુરવઠા વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. આ દરમિયાન ગત રાત્રીએ પાણીની લાઈન લીકેજ થતા હજારો લિટર પાણી વેડફાયું હતું જ્યારે રોડ પર પાણીની રેલમ છેલ જોવા મળી હતી. જ્યારે પાણી ભરાઈ રહેલા ઊંડા ખાડામાં કર્મચારી સેફટી સલામતી વગર કામગીરી કરતા નજરે પડ્યા હતા.
સામાજિક કાર્યકર કમલેશ પરમારે જણાવ્યું હતું કે, વડોદરા શહેરના અમિતનગર બ્રિજ પાસે હાલમાં જે પાણી પુરવઠા ની કામગીરી થઈ હતી. પરંતુ જે લીકેજ બંધ કરવામાં આવ્યું હતું એ ફરીથી લીકેજ ની અંદરથી હજારો ગેલન પાણી વેડફાઈ રહ્યું છે. જળ એ જીવન છે એ સૂત્ર જ્યારે વડાપ્રધાન આપતા હોય ત્યારે ખાસ કરીને વડોદરા શહેરની અંદર પાણી પુરવઠા દ્વારા આડેધડ ખોદકામ કરવાના કારણે પાણીને લીકેજ ની ઘટનાઓ બની રહી છે. એટલે ખાસ કરીને જે આ કોન્ટ્રાક્ટર છે, સાથે સાથે જે અધિકારીઓ છે. આ કોઈપણ સુપરવાઇઝર પણ જોવા નથી મળી રહ્યો અને જે કર્મચારીઓ અંદર પાણીમાં ઉતાર્યા છે. એ સેફટી વગર ઉતાર્યા છે અને જો કોઈ જાન માલને નુકસાન થાય અથવા તો કોઈ પણ હોનારત ઘટે તો તેનો જવાબદાર કોણ ? એટલે ખાસ કરીને વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર ચેરમેનને અપીલ છે કે, જ્યારે નાયક પીચ્ચરના અનિલ કપૂરની જેમ લોકોને જ્યારે તમે નોટિસ ફટકારતા હોય છે એનઓસી ચેક કરવા માટે જાવ છે. તો ખાસ કરીને આવા પાણી પુરવઠાના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને તાત્કાલિક ધોરણે બ્લેકલિસ્ટ કરવો જોઈએ અને આવા અધિકારીઓને સસ્પેન્ડ કરવા જોઈએ તેવી અમારી માંગણી છે.