Vadodara

વડોદરા વકીલ મંડળની ચૂંટણીમાં એકપણ ફોર્મ પરત ના ખેંચાયું : 37 ઉમેદવારો મેદાનમાં


( પ્રતિનિધિ )વડોદરા,તા.9

આગામી 19 મી ડિસેમ્બરના રોજ યોજાનારી વકીલ મંડળની ચૂંટણી પૂર્વે એક પણ ફોર્મ પરત ખેંચવામાં નહીં આવતા તમામે તમામ 37 ફોર્મ ઉપર મુખ્ય ચૂંટણી કમિશનર દ્વારા મંજૂરીની મ્હોર લગાવી દેવામાં આવી હતી. બુધવારે હવે ઉમેદવારોનું અંતિમ લિસ્ટ બહાર પાડવામાં આવશે.

વડોદરા વકીલ મંડળની ચૂંટણી આગામી 19 ડિસેમ્બરના રોજ યોજાવા જઈ રહી છે. આ ચૂંટણીમાં સૌથી મહત્વની વાત આ વખતે એમ છે કે, સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇનને અનુસરીને મહિલાઓ માટે 30 ટકા અનામત લાગુ કરવામાં આવી છે. જેના માટે એસોસિએશનની કુલ બેઠકોમાં એક બેઠકનો વધારો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ખજાનચીની પોસ્ટ પણ મહિલા ઉમેદવાર માટે અનામત રાખવામાં આવી છે. વકીલ મંડળની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ હતી. જેમાં વકીલોએ પોતાના વિવિધ પદ માટે દાવેદારી નોંધાવી હતી. જેમાં કુલ 37 ફોર્મ ભરવામાં આવ્યા હતા. આજે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ હતો. જેમાં એક પણ ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું ન હતું. જેથી મુખ્ય ચૂંટણી કમિશનર અલકાબેને તમામે તમામ 37 ઉમેદવારી ફોર્મને મંજૂર કરવામાં આવ્યા હતા. બુધવારે 10 ડિસેમ્બરના રોજ ઉમેદવારોની અંતિમયાદી બહાર પાડવામાં આવશે.

Most Popular

To Top