Vadodara

વડોદરા : લો ફેકલ્ટીના સત્તાધીશોની મંજૂરી વિના રમાતી ક્રિકેટ ટુર્નામેન્ટમાં વિદ્યાર્થીઓ પાસેથી પૈસા વસૂલાતાં વિદ્યાર્થીઓનો હોબાળો

વિજિલન્સની ટીમે ટુર્નામેન્ટની કોઈ મંજૂરી નહીં હોવાથી સ્ટમ્પ અને બેટ કબજે કર્યા :

લો ફેકલ્ટીની સામે આવેલા મેદાન ઉપર ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું :

( પ્રતિનિધિ )વડોદરા,તા.11

વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની લો ફેકલ્ટીના મેદાન ખાતે ફેકલ્ટી સત્તાધીશોની મંજૂરી વિના રમાતી ક્રિકેટ ટુર્નામેન્ટમાં વિદ્યાર્થીઓ પાસેથી પૈસા વસૂલાતાં વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો. જોકે ટુર્નામેન્ટનું આયોજન કરનારા વિદ્યાર્થીઓએ ટુર્નામેન્ટ નહીં રમાતી હોવાનું કહી માત્ર પ્રેક્ટિસ મેચ હતી તેમ જણાવ્યું હતું.

વિશ્વ વિખ્યાત વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની લો ફેકલ્ટીની સામે આવેલા મેદાન ઉપર ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું. જેમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓની ટીમ પાસેથી પ્રતિ ટીમના 800 રૂપિયા વસૂલવાની વાત કહેવાતા વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો. જેને પગલે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરનારા વિદ્યાર્થીઓ ફરી ગયા હતા. અને તેઓ માત્ર પ્રેક્ટિસ મેચ રમતા હોવાનું નિવેદન આપ્યું હતું. જોકે આ ક્રિકેટ ટુર્નામેન્ટના પોસ્ટરો અને સ્કોર બોર્ડ પણ મળી આવતા આ કોઈ પ્રેક્ટિસ મેચ નહીં પરંતુ, ટુર્નામેન્ટ જ હતી તે વાત સાબિત થઈ હતી. બનાવને પગલે યુનિવર્સિટીની વિજિલન્સની ટીમ પણ ઘટના સ્થળે આવી ગઈ હતી. અને આ પ્રકારની ટુર્નામેન્ટની કોઈ મંજૂરી નહીં હોવાથી સ્ટમ્પ અને બેટ કબજે કર્યા હતા.

Most Popular

To Top