Vadodara

વડોદરા : લોકોમાં જાગૃતિ લાવવા હેરિટેજ વોકનું આયોજન,સિનિયર સિટીજનો જોડાયા


મહંત હરિઓમ વ્યાસની તપશ્ચર્યાનો આજે 36મો દિવસ :

પાલિકાની ઉદાસીનતાને કારણે ઘણો બધો વારસો ખોવાઈ ગયો :

( પ્રતિનિધિ )વડોદરા,તા.18

માંડવી ભગવાન વિઠ્ઠલનાથજી મંદિરથી જુમ્મા મસ્જિદ સુધી હેરિટેજ વોકનું આયોજન કરવામાં આવ્યું હતું. બરોડા હિસ્ટોરિયન ચંદ્રશેખર પાટીલે વોકમાં જોડાયેલા હેરિટેજ પ્રેમીઓને હેરિટેજ ઈમારતો અંગે માહિતી પૂરી પાડી હતી.


બરોડા હિસ્ટોરિયન ચંદ્રશેખર પાટીલે જણાવ્યું હતું કે, લોકોમાં અવેરનેસ આવે તે માટેનો આ પ્રયાસ છે. આજે 18 મે છે. મ્યુઝિયમ દિવસ પણ છે. તો જેનાથી વધારેમાં વધારે સંખ્યામાં લોકો આવે તેવું આપણું વડોદરા લિવિંગ મ્યુઝિયમ જ છે. તો એ લોકો જુવે, એને બચાવે અને અવેરનેસથી શું થાય, લોકો એને હજી વધારે સારી રીતે જાળવણી રાખે અને નોલેજ મળે એટલે હેરિટેજ વોક કરવાનો મુખ્ય ઉદ્દેશ છે. આજે વડોદરા માંડવી વિઠ્ઠલનાથજી મંદિરથી લઈને જુમ્મા મસ્જિદ સુધીની હેરિટેજ વોક છે. આમાં ફરીને પંદરેક જગ્યા પર પોઇન્ટ બનાવેલા છે એ બધા વિશેની માહિતી આપીશું.

માંડવી ભગવાન વિઠ્ઠલનાથજી મંદિરના મહંત હરિઓમ વ્યાસે જણાવ્યું હતું કે સો ટકા આ જાગૃતિનો એક ભાગ છે અને આ જાગૃતિ લાવવા આ તકની શરૂઆત છે કે છેલ્લા 10 વર્ષથી જે મહાનગર પાલિકામાં રજૂઆતો થતી હતી કે ચાર દરવાજા માંડવી તેમજ આપણા ઐતિહાસિક વારસાને સાચવવા માટે મહાનગર પાલિકાની સતત ઉદાસ હતી. જેના લીધે ઘણો બધો વારસો ખોવાઈ ગયો છે અને ઘણો વારસો જે રહ્યો છે, એ સચવાઈ રહે એના માટે યોગ્ય કામગીરી થાય. કારણ કે મહાનગર પાલિકા પાસે આજ દિન સુધી કોઈ હેરિટેજ કન્સલ્ટન્ટ એપોઇન્ટમેન્ટ નથી. જ્યારે 1952માં ગાયકવાડ પરિવારે જ્યારે વડોદરાનો વારસો જે હેરિટેજ બિલ્ડીંગો છે એ બધી નકશા સાથે મહાનગર પાલિકાને સોંપી દીધી હતી. હવે 1952 પછી જ્યારે પણ જે કાંઈ પણ જવાબદારી આવે છે. એ પહેલી સરકારની આવે છે. પ્રજા જાગૃત કરી શકે પણ એને સાચવવાની એની પર ખર્ચ કરવાની જવાબદારી મહાનગર પાલિકાની છે. છેલ્લે જ્યારે માંડવી નીચે મ્યુ. કમિશનર આવ્યા હતા અને એમને પૂછ્યું કે જુના માંડવીના નકશા છે તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને કીધું કે હવે કોઈ નકશા આપણી પાસે પડ્યા નથી, તો આના પરથી એ ખબર પડે છે કે પાલિકા કેટલી હેરિટેજ માટે જાગૃત છે કે જે ગાયકવાડ પરિવાર એમને નકશાઓ સાથેની બિલ્ડીંગો સોંપી હતી. એ બિલ્ડીંગ પણ હવે ધ્વસ્ત થવા માંડી છે અને એમના નકશાઓ પણ મહાનગરપાલિકા પાસે નથી. તો હજી પણ સમય છે જે બિલ્ડીંગ છે. જેટલા સચવાયા છે એને વ્યવસ્થિત સાચવવામાં આવે. જેથી કરીને આજે જે હેરિટેજ વોકમાં વડોદરા પ્રેમીઓ આવ્યા છે. તે આગળની જનરેશન જોઈ શકે. ગત 18 એપ્રિલના રોજ હેરિટેજ ડે ગયો અને આજે 18મી મે આપણે મ્યુઝિયમ ડે છે. તો આ હેરિટેજને લગતી વાતો છે. આજે જ્યારે અમે દસ વર્ષથી રજૂઆતો કરતા હતા અને ના થયું. ત્યારે આખરે ચંપલ કાઢીને માંડવી નીચે તપ કરવાનું નક્કી કર્યું. આજે મારો 36 મો દિવસ કે 36 દિવસથી ચપ્પલ ત્યાગી દીધા છે. તો એક ભગવાન વિઠ્ઠલનાથજીની કૃપા કરી એમણે મને જાગૃત કર્યો અને માતા મેલડી કે જ્યાં બેસીને હું તપ કરું છું. એમની શક્તિનો આ પ્રભાવ છે કે આજે મહાનગર પાલિકા પણ જાગી છે. અને આની વાત મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી સુધી પણ ગઈ છે કે વડોદરાના સામાન્ય નાગરિકની વાતો સાંભળવામાં નથી આવતી. ત્યારે વડોદરાના ઐતિહાસિક વિઠ્ઠલ મંદિરના પૂજારીએ ચપ્પલ કાઢી અને તપ કર્યું શરૂ કર્યું છે. કેમકે વડોદરાનો ઐતિહાસિક વારસો સચવાય. હજી પણ વડોદરાવાસીઓને કહું છું કે તમે જાગો. ખાલી સોશિયલ મીડિયા ઉપર એક્ટિવ ના રહો. માંડવી પાસે આવો, હેરિટેજ જગ્યાઓ પાસે જાવ, ત્યાં કેટલી ગંદકી છે, ત્યાં કેટલા લોકો થૂંકે છે. ત્યાં બેનરો લગાવીને ડેમેજ કરવામાં આવ્યા છે, તો આ બધી મહાનગરપાલિકાની યોગ્ય પદ્ધતિ હેરિટેજને સાચવવા માટેની નથી. સતત હું કહું છું કે આ હેરિટેજને સાચવવાની પદ્ધતિ હોય તો અમે ના બોલીએ અને જો આ પદ્ધતિ યોગ્ય નથી તો એને તમે સુધારો. કારણકે પ્રશાસનમાં તમે બેઠા છો અને સાથે સાથે હું લોકલ નેતાઓને પણ કહીશ કે તમે વડોદરાના છો, વડોદરા તમારું છે, તો એના માટે હવે તમે જ્યારે સત્તા પર બેઠા છો તો આમ નાગરિકનો અવાજ જો તકલીફ પડતી હોય મહાનગરપાલિકાના લેવલ પર સાચવવા માટેની તો તમે મુખ્યમંત્રીને જણાવો અને મુખ્યમંત્રીને પણ તકલીફ પડતી હોય તો વડાપ્રધાનને જણાવો, કારણ કે જ્યારે વડાપ્રધાન કહે છે કે વારસો સાચવો. તો વડોદરાનો વારસો સાચવાતો નથી તો આપણે આવી રેલી કાઢીને જાગૃતિ લાવી પડે છે. જો પહેલેથી જ આ જાગૃતિ હોત તો આ પ્રશ્ન આજે ઉભો થયો ના હોત. આ ખરાબ વાત છે કે આ સયાજીરાવ ગાયકવાડની સંસ્કારી નગરી હતી જે આજે હેરિટેજ રહી નથી. હેરિટેજ વારસા વાળી નગરી હતી એ હવે રહી નથી. તો આ બધું કેમ થયું. એના દરેક જણને એ પ્રશ્નના જવાબ પોતાની પાસે છે. હવે આપણે શું કરવાનું છે એ આપણે નક્કી કરવાનું છે. એ વડોદરા ની પ્રજા પણ આવી ગઈ સત્તામાં બેઠેલા નેતાઓ પણ આવી ગયા અને જે આપણા અધિકારીઓ છે કમિશનર એ પણ આવી ગયા. એટલે બધાની નૈતિક જવાબદારી છે, પણ મેં જાગૃત નાગરિક તરીકે અમારી જવાબદારી નિભાવી છે. હવે નેતાઓએ પોતાની જવાબદારી નિભાવવાની છે.

Most Popular

To Top