Vadodara

વડોદરા : લોકોના મકાનો વાઈબ્રેશન મારતા પડી જવાનો ભય વ્યાપ્યો, ગેરકાયદેસર બાંધકામ સામે રોષ

વરસાદી કાંસને અડીને બાંધકામ,પાણી ડ્રેનેજની સમસ્યા સર્જાશે :

વારસિયા ઈન્દ્રલોક ટાઉનશીપ-2માં બે મકાનની જગ્યા પર 21 ફ્લેટના બાંધકામ સામે વિરોધ :

વારસિયા ધોબી તળાવ પાસે આવેલી ઈન્દ્રલોક ટાઉનશીપ -2 માં બે મકાનોની જગ્યા પર 21 ફ્લેટના બાંધકામને લઈ સ્થાનિક રહીશોએ ઉગ્ર વિરોધ કરી આ બાંધકામ દૂર કરવા માંગણી કરી હતી. સ્ટે આવી ગયા બાદ પણ ફરીથી આ કામગીરી શરૂ થતાં ઘરો વાઈબ્રેશન મારતા લોકોમાં પણ ફફડાટ ફેલાયો છે.

વડોદરામાં ગેરકાયદેસર બાંધકામ મામલે સ્થાનિક લોકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. મળતી માહિતી અનુસાર વારસિયા ધોબી તળાવ પાસે વિદ્યાનગર સામે ઈન્દ્રલોક ટાઉનશીપ -2 માં બે મકાનોની જગ્યા પર 21 ફ્લેટ બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. જેની સામે સ્થાનિક રહીશોએ એકત્ર થઈ વાંધો ઉઠાવી ગેરકાયદેસર બાંધકામ હોવાના આક્ષેપ કર્યા હતા.સ્થાનિકોનું કહેવું છે કે આ ગેરકાયદેસર બંધકામથી પાણી અને ડ્રેનેજ નો પ્રશ્ન ઉભો થશે. વરસાદી કાંસ પર બાંધકામ કરવામાં આવી રહ્યું છે.દર વખતે ચોમાસામાં અહીં પાણી ભરાય જાય છે.તે પણ એક મોટો પ્રશ્ન છે.અને આ બંધકામથી વિવિધ સમસ્યા ઉભી થશે. અધિકારીઓની મિલીભગતથી કાંસને અડીને જ આ ફ્લેટ બનાવવામાં આવી રહ્યા છે.જે ગેરકાયદેસર છે. જેથી આ બાંધકામ થવું ના જોઈએ તેમ જણાવ્યું હતું.

રેસિડેન્સિયલ એરિયામાં બે મકાનની જગ્યાએ 21 ફ્લેટ ના થવા જોઈએ :

અમારો વિરોધી એક જ છે કે, રેસીડેન્સીયલ એરિયામાં બે મકાનની જગ્યાએ 21 ફ્લેટ ના થવા જોઈએ. પાણીનો પ્રોબ્લેમ કોણ સોલ્વ કરશે. ડ્રેનેજ લાઈનનો પ્રોબ્લેમ થશે. વરસાદમાં પાણી ભરાઈ જાય છે. પાછળ કાંસ છે અને કાંસ પણ ભરાઈ જાય છે. આજે પણ આ વખતે જ્યારે વરસાદ પડ્યો તો સોસાયટીમાં પાણી આવી ગયું હતું. અમારે એક જ સૌથી મોટો વિરોધ છે કે, આ ઈલીગલ કામ કેમ થઈ રહ્યું છે. 21 રહેઠાણના ફ્લેટ કેવી રીતે બની શકે બિલ્ડર એવું કહે છે કે,અમારી પાસે રજા ચિઠ્ઠીથી માંડીને બધું જ છે,તો અમારી પાસે પણ બધું છે. અમે પણ ટાઉન પ્લાનિંગ માંથી બધી જગ્યાએ રજૂઆત કરેલી છે, પણ નથી મળી.વર્ષ 2023 માં પણ એમણે કામ શરૂ કર્યું હતું? ફરી સ્ટે આવ્યો. તરત જ કોર્પોરેશન હરકતમાં આવી હતી. એના પછી અત્યારે ફરીથી આ કામ શરૂ કર્યું છે. આ કામગીરી ચાલુ કરી છે. એના કારણે અમારા મકાનો વાઇબ્રેશન મારી રહ્યા છે. જો અમારા મકાન પડી જશે તો કોની જવાબદારી. : મનોજ સન્મુખદાસ નાનકાની,સ્થાનિક

Most Popular

To Top