કોંગ્રેસના ઉમેદવાર 49753મત પર, ભાજપના ઉમેદવારને 189900મત પર
વાઘોડિયા વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર 13259માં તો થી આગળ જ્યારે કોંગ્રેસના ઉમેદવારને 5799
વડોદરા લોકસભા અને વાઘોડિયા પેટા ચૂંટણીની મતદાન પ્રક્રિયા પોલિટેક્નિક કોલેજ ખાતે ચાલી રહી છે. ત્યારે લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર 140147 મતોથી આગળ છે. અને કોંગ્રેસ 49753 મત પર ચાલી રહી છે. જ્યારે વાઘોડિયા પેટા ચૂંટણીમાં ભાજપ 7460 મતોથી આગળ અને કોંગ્રેસ 5799 મત પર છે.
20 લોકસભા વડોદરા બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ડો.હેમાંગ જોશીને અત્યાર સુધીની મત ગણતરીમાં 1,89,900 મત મળ્યા છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર જશપાલસિંહ પઢીયારને 49753 મત મળ્યા છે. ભાજપના ઉમેદવાર 140147 મતોથી આગળ છે. બીજી તરફ વાઘોડિયા વિધાનસભા પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાને 13259 મત મળ્યા છે. જ્યારે કોંગ્રેસના કનું ગોહિલને 5799 મત મળ્યા છે. ભાજપના ઉમેદવાર 7460 મતોથી આગળ ચાલી રહ્યા છે. હાલ વડોદરા લોકસભા ચૂંટણીની મતગણતરીના ચોથા રાઉન્ડના અંતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશી આગળ ચાલી રહ્યા છે..