Vadodara

વડોદરા : લેકટોસ ઈન્ડિયા પ્રા.લી. કંપનીને બંધ કરાવવા તજવીજ, કામદારોમાં રોષ

સરપંચને હપ્તા બંધ થતાં કંપની બંધ કરાવવા પ્રયાસ કરાતો હોવાના કામદારોના આક્ષેપ :

વરસાદી પાણીને કેમિકલ વાળુ પાણી હોવાનું કહી ખોટી અરજીઓ કરે છે : કામદારો

( પ્રતિનિધિ ) વડોદરા,તા.4

સાવલી તાલુકાના પોઇચા ગામે આવેલી લેકટોસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીને બંધ કરાવવા કરવામાં આવતી તજવીજ સામે કામદારોમાં રોષ જોવા મળ્યો છે. સરપંચને હપ્તો મળતો નહીં હોવાથી તેઓ ખોટી રીતે અરજીઓ કરી આ કંપનીને બંધ કરાવવા પ્રયાસ કરતા હોવાના આક્ષેપ સાથે કામદારો GPCB ની ઓફિસે રજૂઆત માટે પહોંચ્યા હતા.

સાવલી તાલુકાના પોયચા ગામે આવેલી લેકટોસ ઈન્ડિયા પ્રા.લી. કંપનીમાં કામ કરતા કામદારોએ જણાવ્યું હતું કે, ગામના સરપંચ વારંવાર કંપની બંધ કરાવવા માંગે છે અને અમારી કંપની તો સારી રીતે ચાલુ છે. અમારી કંપની દૂષિત પાણી બહાર કાઢતી નથી. પાણી ભરવા માટે મશીન લાવીને મૂક્યું છે. કંપની અમારી ટેન્કરોમાં પાણી ભરે છે. પાણી જમીન પર કાઢતી નથી અને અમારા કંપનીના માલિક પણ ખૂબ જ સારા છે. ગમે તે ભણેલું ગણેલું બધાને કંપનીમાં અમને રાખી શકે તે પ્રકારનું મેનેજમેન્ટ છે. કંપનીમાં 400 માણસ ઉપરાંતના લોકો કામ કરે છે. અમારી કંપની પાણી બહાર કાઢતી નથી. કંપની કોઈ નુકસાનકારક પાણી છોડતું નથી. આનો રિપોર્ટ પણ GPCBમાં કરેલો છે.


વરસાદનું પાણી કંપનીમાં આવે છે અને વરસાદનું પાણી બહાર જાય એટલે એ લોકોને એવું છે. આ વરસાદી પાણી વહે છે. એ લોકો આ પાણીને ઝેરી પાણી ગણાવી કંપની બંધ કરાવવાનો પ્રયત્ન કરે છે. વર્ષમાં ચારથી પાંચ વખત આવો ધંધો કરે છે કે ખાલી કંપની બંધ કરાવો. કારણકે, હપ્તા મળતા નથી. પહેલા એવું હતું કે, પૈસા મળી રહેતા હતા, પણ હવે કોઈ કંપની પૈસા આપવા તૈયાર નથી. કેમકે વારંવાર આવી અરજીઓ કરે છે બીજો કોઈ આ લોકો પાસે ધંધો નથી. કંપની બંધ કરવા માટે ખોટી હેરાનગતિ કરે છે. આખા પોઇચા એરિયામાં આ સિવાય કોઈ બીજી કંપનીઓ માણસો લેતી નથી. આખા પોઇચા પર આ કંપની ચાલે છે. 80% પબ્લિક લેકટોસ ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડમાં કામ કરે છે, છતાં આ લોકો એને જ બંધ કરાવવા માંગે છે એટલે અમે GPCB ઓફિસે રજૂઆત કરવા માટે આવ્યા છીએ.

Most Popular

To Top