લગ્ન કરવાનું કહી યુવક પાસેથી રૂપિયા એક લાખ અને સોના ચાંદીના દાગીના દુલ્હન-માતાએ પડાવ્યા, માંડવી ખાતે લઇ જઇ ખંભાતના યુવકને ફુલહાર લેવા મોકલ્યા બાદ માતા પુત્રી રિક્ષા લઇ ફરાર બાપોદ પોલીસ દ્વારા ગેંગને ઝડપી પાડવા તજવીજ હાથ ધરાઇ
પ્રતિનિધઇ વોડદરા તા.17
આણંદ જિલ્લાના ખંભાત ખાતે રહેતા યુવકને લગ્ન કરવાનું કહીને તેની પાસેથી વડોદરાના આજવા રોડ પર રહેતી યુવતી અને તેની માતાએ રોકડા રૂપિયા એક લાખ રોકડા, સોનાની જડ, ચાંદીનું મંગળસૂત્ર ,કપડા સહિતનો સામાન લીધો હતો. ત્યારબાદ માંડવી ખાતે માતાના ફુલહાર લેવા વરરાજાને મોકલી યુવતી અને તેની માતા રીક્ષામાં બેસી નો દો ગ્યારાહ થઇ ગયાં હતા. યુવકે બાપોદ પોલીસ સ્ટેશનમાં લુંટેરી દુલ્હન અને તેની માતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તેમને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.
આણંદ જિલ્લાના ખંભાતમાં રહેતા રાજવીર ઉર્ફે રાજુ રમણભાઇ રાઠોડ લગ્ન થયા ન હોય લગ્ન કરવા કન્યાની શોધમાં હતો. દરમિયાન યુવકની ભાણેજ જીતેન્દ્ર કિરીટભાઇ વણકરની પત્ની પારૂલબેને તેઓના ઓળખીતા મીનાબેન મરાઠી (રહે.બાજવા બ્રિજની બાજુમાં વડોદરા)ને લગ્ન માટેની વાત કરી હતી. જેથી મીનાબેન મરાઠીએ યુવકનો મોબાઇલ નંબર મનુભાઈ ભુવાજીને આપ્યો હતો. 4 સપ્ટેમ્બરના સવાર ભાણેજ વહુ પારૂલબેને ફોન કરી મામા આપણે વડોદરા છોકરી જોવા જવાનું છે તમે આવી જાઓ. જેથી યુવક બાજવા પહોચી મીનાબેન મરાઠીને લઇને નીકળ્યાં હતા. ત્યારે મીનાબેને આજવા ચોકડી આવી મનુભાઈ ભુવાજીને ફોન કરતા તેઓએ કમલાનગર તળાવ પાસે આવેલ ચાચા નહેરૂ નગરમાં પુજા નામની છોકરી બતાવી હતી. જે છોકરીની માતા મીનાબેન અપંગ છે. યુવક અને પુજાએ એકબીજાના મોબાઈલ નંબર આપ-લે કર્યાં હતા. છોકરી જોઈ ઘરની બહાર નીકળ્યાં ત્યારે મનુ ભુવાજીએ લગ્ન માટે લેવડ દેવડ કરવી પડશે. જેમાં રૂપિયા 2 લાખ રોક્ડા તથા સોનાની જડ, ચાંદીનું મંગળસુત્ર, ચાંદીના છડા તથા દુલ્હનના કપડા આપવા પડશે તેમ જણાવ્યું હતું. ત્યારે યુવકે લેવડદેવડ વધારે છે. જેથી લગ્ન કરવુ નથી. બે દિવસ પછી પૂજાએ ફોન કરી વડોદરા આવો એક લાખ રૂપિયામાં નક્કી કરી દઈએ તેમ જણાવતા યુવક તેમના સંબંધીઓ સાથે યુવતીને ઘરે આવ્યો હતો. ત્યાં મીનાબેન તથા પુજાબેન મળતા તેમણે એક લાખ રૂપિયા રોકડા, સોનાની જડ, ચાંદીનું મંગલસુત્ર તથા ચાંદીના છડા તથા દુલ્હનના કપડા આપવાની અને ફુલહાર કરી પુજાબેનને લઈ જજો તેવી વાત નક્કી થઈ હતી.
યુવક સહિતના પરિવારે મીનાબેનને એક લાખ રૂપિયા રોકડા, સોનાની જડ, ચાંદીનું મંગલસુત્ર, ચાંદીના છડા અને દુલ્હનના કપડા આપ્યા હતા. ત્યારે યુવતી અને તેની માતાએ માંડવી મેલડી માતાના મંદિરે મંગળસુત્ર પહેરાવવજો તેમ કહી યુવકને માંડવી લઇ ગઇ હતી. ત્યાં મીનાબેને માતાજીને ચડાવવા ફૂલ લઈ આવો તેમ કહેતા યુવક ફુલહાર લેવા ઉતર્યો હતો. માતા પુત્ર રિક્ષા લઈ ભાગી ગયા હતા. રિક્ષા ઉભી રાખવા યુવકે બુમો પાડી પરંતુ રિક્ષા ઉભી રાખી નહોતી. આમ લગ્ન કરવાનું કહી યુવતી અને તેની માતા એક લાખ રોકડા, સોનાની જડ, ચાંદીનું મંગલસૂત્ર તથા ચાંદીના છડા તથા દુલ્હનના કપડા લઈને ભાગી ગયા હતા. જેથી યુવકે બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ લૂટેરી દુલ્હન સહિતની ગેંગને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.