Vadodara

વડોદરા લાલબાગ પાસે વધુ એક મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું


લાલબાગ બ્રિજના મુખ્ય માર્ગ પર રાતે મગરે લટાર મારતા વાહન ચાલકોના જીવ તાળવે ચોટ્યા

ચોમાસાની શરૂઆત સાથે વિશ્વમિત્રીનું જળ સ્થળ વધતા મગરોની માનવ વસ્તી તરફ દોડ વધતી જતી હોય છે. વિશ્વામિત્રી નદીમાં આવતા પુરમાં અનેક મગરો બહાર આવી જાય છે. ત્યારે હવે વધુ એક વાર વિશ્વામિત્રીની જળ સપાટીમાં નોંધપાત્ર વધારો થતા ફરી મગર મુખ્ય માર્ગ પર બિન્દાસ લટાર મારવા આવી ચડતા હોય છે.
વડોદરા શહેરના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રીની જળ સપાટી વધુ એક વખત વધતા નદીમાં વસવાટ કરતાં મગરો મેદાનમાં આવ્યા છે. વડોદરાના રાજમાર્ગ પર મગરનું રેસ્ક્યું કરવામાં આવે છે ત્યારે ગજરોજ અડધો ઇંચ પડેલા વરસાદમાં લાલબાગ બ્રિજ પાસે મગર દેખાતા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. વાહન ચાલકોના જીવ તાળવે ચોટ્યા હતા. મગર લટાર મારતો નજરે ચડતા વાહનચાલકો અને રાહદારીઓ જોવા રોડ પર જ ઊભા થઈ ગયા. જો કે મગરનું રેસ્ક્યુ કરવા રેસ્ક્યુ ટીમ પહોંચે તે પહેલા મગર લટાર મારતા નજીકમાં આવેલા જાળી ઝાંખરામાં પાછો ફરી ગયો હતો. જો કે પછી રેસ્ક્યુ ટીમ દ્વારા મહાકાય મગરનો રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.

Most Popular

To Top