વડોદરા શહેરમાં ફરી એક વખત રાજમાર્ગો ઉપર મગરોની લટાર જોવા મળી છે લાલબાગ બ્રિજ પાસે મોડી રાત્રે વગેરે વોક કર્યું હતું જેને જોઈને પસાર થયેલા વાહન ચાલકો પણ આશ્ચર્યચકિત થયા હતા.
વડોદરા શહેરમાં ફરી એક વખત હવામાન વિભાગની આગાહીને પગલે વરસાદી માહોલ જામ્યો છે ત્યારે ફરીથી શહેરના રાજમાર્ગો પર અને રેણક વિસ્તારોમાં મગરો આવી જવાનો સિલસિલો પણ યથાવત જોવા મળી રહ્યો છે. એક તરફ નવરાત્રીની તૈયારીઓમાં યુવા ધન જોતરાયું છે. તો બીજી તરફ મગરો જાહેર માર્ગો ઉપર અને વિવિધ રેણાક વિસ્તારોમાં આવી જતા હોવાના બનાવો પણ સામે આવી રહ્યા છે. વડોદરા શહેરના લાલબાગ બ્રિજ પાસે મગરની લટાર જોવા મળી હતી. આ મગર રહેણાંક વિસ્તારમાં આવી જતા ભારે જહેમતે જીવદયા સંસ્થા દ્વારા તેને રેસ્ક્યુ કરી વન વિભાગ ખાતે લઈ જવામાં આવ્યો હતો.