Vadodara

વડોદરા : લાલબાગ બ્રિજ પાસે વિશાળ વડનું વૃક્ષ ધરાશાયી, ત્રણથી વધુ વ્યક્તિઓ દબાઈ

ફાયર બ્રિગેડના જવાનોએ ઝાડ નીચે દબાયેલા વાહનોમાં સવાર વ્યક્તિઓની રેસ્ક્યુ કામગીરી હાથ ધરી :

વડ નું વૃક્ષ ધરાશાયી થતા ટ્રાફિકજામ, લોકટોળા ઉમટ્યા :

( પ્રતિનિધિ ) વડોદરા તા.28

વડોદરા શહેરના લાલબાગ બ્રિજ પાસે આવેલું વિશાળ વડનું વૃક્ષ એકાએક ધરાશાયી થતા એક રીક્ષા ચાલક સહિત ત્રણ જેટલા લોકો ઝાડ નીચે દબાઈ જતા તંત્ર દોડતું થયું હતું. ફાયર બ્રિગેડના જવાનોએ તાત્કાલિક રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી અને ઈજા ગ્રસ્તોને સારવાર માટે 108 મારફતે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

હજી તો ચોમાસું બેઠું નથી તે પહેલા જ તે જ પવનોના કારણે વાતાવરણમાં સામાન્ય પલટો જોવા મળી રહ્યો છે. તેવામાં વડોદરા શહેરના લાલબાગ બ્રિજ પાસે આવેલ વર્ષો જૂનું વડનું વૃક્ષ આજે એકાએક ધરાશાયી થતા રીક્ષા કાર સહિત અન્ય વાહનો દબાયા હતા. જ્યારે એક રીક્ષા ચાલક સહિત ત્રણ થી ચાર વ્યક્તિઓ વૃક્ષ નીચે દબાતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. બનાવની જાણ થતા જ ફાયર બ્રિગેડના જવાનો તાબડતોડ સ્થળ ઉપર પહોંચી ગયા હતા અને રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી.

કલાકોની જહેમત બાદ રિક્ષામાં ફસાયેલા રીક્ષા ચાલકને રીક્ષાનું આગળનું પતરું કટર વડે કાપી સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. સ્થળ પર હાજર એક રાહદારીએ જણાવ્યું હતું કે રીક્ષા કાર અને એક અન્ય સ્કૂટર ઉપર આ વૃક્ષ પડ્યું હતું. કારમાં ત્રણ યુવકો હતા. સૌથી પહેલા તેઓને સામાન્ય ઇજા થઈ હોય તુરંત સારવાર અર્થે ખસેડ્યા છે. જ્યારે રિક્ષામાં સવાર ચાલક હતા. તેમને વધુ ઈજા પહોંચી છે. ફાયર બ્રિગેડના જવાનોએ ભારે જહેમત બાદ તેઓને બહાર કાઢી 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડ્યા છે.

Most Popular

To Top