ઉંડેરા રોડ પર ઓમ સાંઈ કૃપા ગેરેજમાં કામ કરતા મિકેનિકનો સેમસંગનો મોબાઈલ ફાટ્યો :
ગરમીમાં વધુ સમય મોબાઈલનો ઉપયોગ જીવને જોખમ ઉભું કરી શકે છે :


વડોદરામાં વાલીઓ અને મોબાઈલમાં રચ્યા પચ્યા રહેતા લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. ઉંડેરા રોડ પર આવેલા ગેરેજમાં મિકેનિક તરીકે કામ કરતા મિકેનિકનો મોબાઈલ ફાટતા તે ગંભીર રીતે દાઝી ગયો હતો. જેને તાત્કાલિક સારવાર અર્થે લઈ જવામાં આવ્યો હતો.
ભાગ દોડ ભર્યા આજના જીવનમાં કોઈને પણ મોબાઈલ વગર ચાલે તેમ નથી. સોશિયલ મીડિયાનો લોકો વધુ પડતો ઉપયોગ કરતા હોય છે. એમાંય ખાસ કરીને બાળકો મોબાઈલ વગર હવે રહેતા નથી. સાથેજ કેટલાક લોકો સવારે ઉઠતાની સાથે પ્રથમ પોતાનો મોબાઈલ જોવાનું પસંદ કરતાં હોય છે. બીજી તરફ આજકાલ રીલો બનાવવાનો પણ ટ્રેન્ડ શરૂ થયો છે. જે જુવો તે રીલો બનાવતા હોય છે. પરંતુ મોબાઈલનો ઉપયોગ મહદ અંશે કરે તો ઠીક છે. પણ જ્યારે વપરાશ વધે છે અથવા તો મોબાઈલ ઓવરહિત થતો હોય ત્યારે તેમાં રહેલી બેટરી ફાટતી હોય છે. આવોજ એક કિસ્સો વડોદરા શહેરના ઉંડેરામાં બનવા પામ્યો છે. જ્યાં એક મિકેનિક મોબાઈલ ફાટતા દઝાયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર ઉંડેરા રોડ પર આવેલા ગાયત્રી પેટ્રોલ પંપ પાસે ઓમ સાંઈ કૃપા ગેરેજ આવેલું છે. જેમાં નીબુલાલ મિકેનિક તરીકે કામ કરે છે. આજે તેઓ એક કારની નીચે રહી કામ કરી રહ્યા હતા. દરમિયાન તેઓના ખિસ્સામાં રહેલો સેમસંગ કંપનીનો મોબાઈલ ફોન ફાટ્યો હતો. મોટો અવાજ થતા અન્ય સાથી કર્મચારીઓ દોડી આવ્યા હતા. અને કાર નીચેથી તેઓને બહાર કાઢી તાત્કાલિક સારવાર અપાવી હતી. સદ નસીબે મોટી જાનહાનિ થતા ટળી હતી. જોકે હાલ ગરમીના તાપમાનમાં પણ વધારો થઈ રહ્યો છે. જેના કારણે મોબાઈલનો વધુ પડતો વપરાશ મોબાઈલ ગરમ થઈ જવાને કારણે અને આખી રાત ચાર્જીગમાં મૂકી રાખવાના કારણે મોબાઈલની બેટરી પર લોડ પડતા ફાટતી હોવાનું જાણવા મળ્યું છે.
