ઇન્ટરનેશનલ મેચ વડોદરાને મળશે તેવી શકયતા :
હાલ રસ્તાની કામગીરી ચાલુ,આ વર્ષમાં પૂર્ણ થશેની BCA પ્રમુખે આશા વ્યક્ત કરી
( પ્રતિનિધિ ) વડોદરા,તા.23
વડોદરા નજીક કોટંબી ખાતે બીસીએનું ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ બનીને તૈયાર થઈ ગયું છે.સરકાર દ્વારા મંજૂરી મળતા હાલ ,રસ્તાને લઈ કામગીરી ચાલી રહી હોવાનું BCA પ્રમુખે જણાવ્યું હતું.
બરોડા ક્રિકેટ એસોસિએશન દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી શહેર નજીક આવેલ કોટંબી ખાતે નવું ક્રિકેટ સ્ટેડિયમ બનાવવાની શરૂઆત કરવામાં આવી હતી હાલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનીને તૈયાર થઈ ગયું છે જોકે બીસીએ દ્વારા આ ક્રિકેટ સ્ટેડિયમ બનીને તૈયાર તો કરી દેવાનું પરંતુ બીસીએ ના પોતાનો રસ્તો નહીં બનાવતા ઇન્ટરનેશનલ મેચ બીસીએ ને મળી ન હતી. જેના કારણે આ પ્રોજેક્ટમાં વાર થઈ હતી ત્યારે બી સી એ દ્વારા સરકાર પાસે પોતાના રસ્તાની મંજૂરી માંગવામાં આવી હતી જેને પણ લાંબા મહિનાનો સમય વીતી ગયો છે ત્યારે મોડે મોડે હવે આ રસ્તાને સરકાર દ્વારા મંજૂરી મળી ગઈ હોય અને ટૂંક સમયમાં આ કામગીરી પૂર્ણ થશે હોવાનો આશાવાદ બીસીએના પ્રમુખ પ્રણવ અમીને વ્યક્ત કર્યો છે તેમણે વધુમાં જણાવ્યું છે કે અગાઉ આ સ્ટેડિયમ ઉપર મુંબઈ વડોદરા વચ્ચે રણજી ટ્રોફી મેચ રમાઈ ગઈ મહિલા વુમન્સ ની પણ મેચ રમાઈ ગઈ હાલ રસ્તાની કામગીરી ચાલી રહી છે ઇન્ટરનેશનલ મેચ માટે અમારા પ્રયત્નો છે પરંતુ બીસીસીઆઈ દ્વારા અંતિમ નિર્ણય લેવાશે અમારા દ્વારા અથાગ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે કે વડોદરાને ઇન્ટરનેશનલ મેચ મળે.
વડોદરા : લાંબા ગાળાના અંતરાલ બાદ કોટંબી ખાતે BCAને સરકારમાંથી રસ્તાની મળી મંજૂરી
By
Posted on