Vadodara

વડોદરા : લક્ષ્મીપુરા પાસે બાઇક પર પસાર થતા યુવાનનું પતંગની દોરીથી ગળું કપાયું

પ્રતિનિધિ વડોદરા તા.7

ઉતરાયણ પર્વમાં પ્રસ્તાવ વચ્ચે લટકી રહેલા દોરા ના કારણે ટુ વ્હીલર ચાલકોના ગળા કપાતા હોય છે. પરંતુ ઉત્તરાયણ પર્વને  ચાર માસ જેટલો સમય બાકી હોવા છતાં બાળકો સહિતના લોકો કેટલાક લોકો દ્વારા પતંગો ઉડાવવામાં આવી રહી છે. લક્ષ્મીપુરા ગામ પાસેથી પસાર થઈ રહેલા બાઇક ચાલક યુવાનનું પતંગની દોરીથી ગળું કપાઇ જતા મોત નીપજયું હતું. યુવાન પરિવારનો એક માત્ર આધાર હોય સભ્યો દ્વારા રોકકડ રચાઈ મૂકી હતી. તાલુકા પોલીસે ગુનોનોધિક કાર્યવાહી હાથ ધરી છે.

 પાદરા તાલુકાના ગણપતપુરા ગામમાં અંબાજી મંદિરવાળા ફળિયામાં 28 વર્ષીય સુભાષ શાંતિલાલ પરમાર પિતા અને દાદી સાથે રહેતો હતો અને છૂટક મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. મોટીબેનના લગ્ન થઇ ગયા બાદ ઘરની તમામ જવાબદારી સુભાષ ઉપર હતી અને આખું ઘર યુવક જ ચલાવતો હતો. સુભાષ પરમાર મોડી સાંજે પોતાની બાઈક લઇને વડોદરા પાદરા રોડ ઉપરથી પસાર થઇ રહ્યો હતો‌. દરમિયાન રસ્તામાં આવતા દિલ્હી – મુંબઇ એક્સપ્રેસ હાઇવે પાસેના લક્ષ્મીપુરા ગામ પાસે એકાએક તેના ગળા ઉપર પતંગની દોરી આવી જતા ગળું કપાઇ ગયું હતું અને  દોરી વાગતાની સાથે  બાઇક ઉપરથી રોડ પર ધડાકાભેર નીચે પટકાયો હતો. જેમાં તેને ગંભીર ઇજાઓ પહોંચતા લોકો દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત હાલતમાં તેને પાદરા ખાનગી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. જ્યાં યુવાનનું ટૂંકી સારવાર બાદ નિપજયું હતું. ઉત્તરાયણ પર્વને હજુ તો ચાર મહિનાનો સમય બાકી હોવા છતાં પણ પતંગની દોરીના કારણે ગણપતપુરા ગામના યુવાનનું મોત નીપજતા તેના પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી. તાલુકા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top