Vadodara

વડોદરા : રોકડા રૂપિયા, દાગીના અને મોબાઇલ પડાવનાર ઠગ બાવો ઝડપાયો

પ્રતિનિધિ વડોદરા તા.5

માંજલપુર વિસ્તારમાં બાવાના વેશમાં આવી રોકડા રૂપિયા, મોબાઇલ તથા ચાંદીની મુલ્યવાન નંગવાળી વિટીં લઇને ભાગી જનારા આરોપીને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડવામાં આવ્યો હતો. તેની પાસેથી મોબાઇલ, રોકડ રકમ, ત્રણ વીટીઓ સહિત રૂ. 23 હજારનો મુદ્દામાલ રિકવર કરી આગળની કાર્યવાહી હાથ ધરાઇ છે.

માંજલપુર પોલીસની ટીમ 5 સપ્ટેમ્બરના રોજ વિસ્તારમાં પેટ્રોલિંગમાં ફરી રહી હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે બાવાના વેશમાં આવીને લોકો પાસેથી રોકડા રૂપિયા સહિતના મતાની પડાવી ભાગી જનાર બાવો હાલમાં અલવાનાકી આસપાસના વિસ્તારમાં ફરે છે. તેણે પોતાના શરીર પર રાખ લગાડેલી છે. જેના આધારે માંજલપુર પોલીસની ટીમે બાતમી મુજબના સ્થળ પર પહોંચી બાવાને ઝડપી પાડ્યો હતો. પોલીસ દ્વારા તેની પૂછપરછ કરાતા તેણે પોતાનું નામ પોવિંદનાથ સવજીનાથ નવનાથ (મદારી, રહેત પટેલ ફાર્મની સામે , અટલાદરા વડોદરા, મૂળ ખેડા)ને ઝડપી  પાડવામાં આવ્યો હતો. તેની પાસેથી રોકડ રકમ, મોબાઇલ, ચાંદીની ત્રણ વીટીઓ મળી 23 હજારનો મુદ્દામાલ રિકવર કરાયો હતો.

Most Popular

To Top