Vadodara

વડોદરા : રોંગ સાઈડ વાહન હંકારતા ચાલકો સામે ટ્રાફિક પોલીસની લાલ આંખ

વાહન ચાલકોનું પોલીસ દ્વારા કાઉન્સેલિંગ કરી ટ્રાફિક નિયમોનો પાલન કરવા અનુરોધ
પ્રતિનિધિ વડોદરા તા.22
વડોદરા શહેરમાં રોંગ સાઈડ વાહન હંકારવાથી થતા અકસ્માતો અટકાવવા માટે ટ્રાફિક પોલીસ દ્વારા રોંગ સાઈડ વાહન ચલાવતા ચાલકો સામે 26 થી 28 જૂન દરમિયાન ટ્રાફિક ડ્રાઇવનું આયોજન કરાયુ છે. શનિવારે વહેલી સવારથી જ ટ્રાફિક પોલીસની 15 જેટલી ટીમમાં વિવિધ વિસ્તારમાં રોંગ સાઈડ વાહન ચલાવી ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર ચાલકો સામે કાર્યવાહી શરૂ કરી હતી.
વડોદરા શહેરમાં રોંગ સાઇડ વાહન ચાલવવાના કારણે વાહન અકસ્માતનાં ગંભીર પ્રાણધાતક બનાવવો બનતા હોય છે. અકસ્માતોમાં મૃત્યુદર અને ગંભીર ઇજાના ગંભીર અકસ્માતમાં ઘટાડો થાય તેમજ ટ્રાફિક નિયમોનો અમલ કરાવવા માટે કરાવવા રોંગ સાઇડ વાહન ચલાવતાં વાહન ચાલકો સામે 22 થી 28 જૂન ડ્રાઇવનું આયોજન કરાયું છે.
ટ્રાફિક નિયમોનો સરેઆમ ફોન કરનાર વાહન ચાલકો વિરુદ્ધ
વિરૂધ્ધ IPC 279, તથા એમવી એક્ટ-184 મુજબ એફઆઇઆર પોલીસ વિભાગ ધ્વારા દાખલ કરવાની કાર્યવાહી કરનાર છે. ત્યારે વડોદરા શહેર પોલીસ વિભાગ દ્વારા તારીખ 22 મે શનિવારના રોજ વહેલી સવારથી જ વિવિધ 15 જેટલી ટીમો બનાવીને અલગ અલગ વિસ્તારમાં રોંગ સાઈડ વાહન ચલાવતા લોકો સામે કાર્યવાહી હાથ ધરી છે. રોંગ સાઈડ આવતા વાહનોને રોકી તેમના ચાલકોને પહેલા પોલીસ દ્વારા કાઉન્સેલિંગ કરવામાં આવતું હોય છે. ટ્રાફિક નિયમોનું પાલન ન કરનાર ચાલકો પાસે ડોક્યુમેન્ટ ની માંગણી કરાય છે.જો તેમની પાસે ડોક્યુમેન્ટ ન હોય તો વાહન ડીટેન કરીને વસૂલ કરવામાં આવતો હોય છે. ટીસીપી ટ્રાફિક જ્યોતિબેન પટેલે જણાવ્યું હતું કે રોંગ સાઈડ, ચાલુ ગાડીએ ફોન પર વાત કરવી જેના કારણે ગંભી પ્રકારના અકસ્માત થતા હોય છે ત્યારે ટ્રાફિક પોલીસે આવા લોકો સામે એક પ્રકારની ડ્રાઇવ શરૂ કરી છે. ટ્રાફિક પોલીસ દ્વારા ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 15 હજાર વાહનોને ડીટેન કરી તેમના ચાલકો પાસેથી 17 લાખ ઉપરાંતનો સમાધાન શુલ્ક વસુલ કરાયો છે. જેથી ટ્રાફિક પોલીસ દ્વારા નાગરીકોને પોતાનુ વાહન રોંગ સાઇડ અને ખોટી દિશામાં નહીં ચલાવી ટ્રાફિકના નિયમોનુ ચુસ્તપણે પાલન કરવા અનુરોધ કરાયો છે.

Most Popular

To Top