(પ્રતિનિધિ) વડોદરા તા.28
શહેરમાં ટ્રાફિકના નિયમનો સરેઆમ ભંગ કરનાર ચાલકો વિરુદ્ધ પોલીસ દ્વારા 22થી28 જુન દરમિયાન એક ડ્રાઇવર હાથ ધરાઇ હતી. સાત દિવસના ડ્રાઇવદ દરમિયાન પોલીસે 330 ચાલકો વિરુદ્ધ આપીસી 279 તેમજ એમવી એક્ટ 184 મુજબ ગુનો દાખલ કરાયો છે. ઉપરાંત 558 લોકો સામે અલગ અલગ કાર્યવાહી કરવા સાથે 125 ચાલકોનું કાઉન્સેલિંગ કરાયું હતું. રોંગ સાઇડ આવેલા 167 લોકોને બાકી ઇચલણ ભરાવડાવી ટ્રાફિકના નિયમોનો ભંગ નહી કરવા સમજ અપાઇ હતી.
વડોદરા શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા રોંગ સાઇડ વાહન હંકારતા ચાલકો સામે 22થી 28 જુન સુધીમાં કાર્યવાહીરૂપી ઝુંબેશ શરૂ કરાવાઇ છે. જેમાં 28 દિવસથી ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર વાહનચાલકો વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરવામાં આવી રહી છે. શહેરના વિવિધ વિસ્તારમાં રોંગ સાઇડ વાહન ચલાવતા ચાલકોને પકડીને પોલીસ સ્ટેશનન બોલાવીને તેમના વાહનના પડતરી ઇચલણની માહિતી કઢાવી અને પડતરી ચલણો સામે માંડવાળ રકમની ચુંકવણી કરવા માટે યોગ્ય કાર્યવાહી કરાઇ હતી. ત્યારે ટ્રાફિક પોલીસ ડ્રાઇવ દરમિયાન રોંગ સાઇડ વાહન ચલાવતો 167 વાહન ચાલકોને બાકી ઇચલણ ભરાવડાવી તેમજ ભવિષ્યમાં ટ્રાફિકના નિયમોનો ભંગ ન કરે ઉપરાંત પોતાની સુરક્ષા બાબતે ધ્યાન રાખે માટે 125 ચાલકોનું કાઉન્સેલિંગ કરાયું હતુ. આમ પોલીસે સાત દિવસની ડ્રાઇવ દરમિયાન 558 વાહન ચાલકો વિરુદ્ધ અલગ અલગ કાર્યવાહી કરાઇ હતી. રોંગ સાઇડ વાહન ચલાવતા 330 ચાલકો વિરુદ્ધ આઇપીસી 279 મુજબ તેમ એમવી એક્ટ 184 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.