બીલ ગામ પાસે આવેલ વિરાટ હાર્મોનીમાંથી વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટ દ્વારા અજગરનું રેસ્ક્યુ કરાયું
અજગરને વનવિભાગને સુપરત કરવામાં આવ્યો :
( પ્રતિનિધિ )વડોદરા,તા.19
વડોદરા શહેર નજીક બીલ ગામ પાસે આવેલ વિરાટ હાર્મોનીમાં અજગર આવી જતા લોકોમાં ભય ફેલાયો હતી. જ્યારે, આ અંગેની જાણ કરવામાં આવતા વાઇલ્ડ લાઇફ રેસક્યું ટ્રસ્ટ દ્વારા અજગરનું રેસ્ક્યું કરી સહીસલામત રીતે વમવિભાગને સોંપવામાં આવ્યો હતો.
વડોદરા સહિત આસપાસના વિસ્તારોમાં હવે જંગલો રહ્યા નથી. જ્યાં જુઓ ત્યાં કોંક્રેટના જ જંગલો ઉભા થઈ ગયા છે અને હજી પણ થઈ રહ્યા છે. ત્યાં વન્યજીવોને તેમને અનુકૂળ વાતાનુકુલીત વાતાવરણ હવે મળતું નથી. જેના કારણે વન્યજીવો રેસિડેન્ડિયલ એરિયામાં આવી જતા હોય છે. જે સિલસિલો આજે પણ યથાવથ રહેવા પામ્યો છે.
વડોદરા શહેરમાં વન્યજીવો માટે કાર્ય કરતા વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ અરવિંદ પવાર પર વડોદરા પાસે આવેલ બિલગામની વિરાટ હાર્મોની સોસાયટીમાંથી સ્થાનિક રહીશ સંજયભાઈએ ટેલિફોનિક માહિતી આપી હતી કે, અમારી સોસાયટીમાં એક અજગર આવી ગયો છે. આ માહિતી મળતાની સાથે જ સંસ્થાના કાર્યકર કિરણ શર્મા, અભિષેકભાઈ, દર્પણભાઈ, પિયુષભાઈ અને વડોદરા વન વિભાગના અધિકારી નીતિનભાઈ પટેલને લઇને ટીમ ત્યાં પહોંચી હતી. તપાસ કરતા પાંચ ફૂટનો અજગર સોસાયટીમાં જોવા મળ્યો હતો. આ અજગરને ભારે જેહમત બાદ સહી સલામત રીતે રેસ્ક્યુ કરીને વડોદરા વન વિભાગના સોંપવામાં આવ્યો હતો.