Vadodara

વડોદરા : રેસકોર્સના આઈનોક્સ પાછળ ખુલ્લેઆમ ગેસ રિફીલિંગનો વેપલો

આકસ્મિક ધડાકા સાથે આગ લાગે તો મોટી દુર્ઘટનાને આમંત્રણ

જાહેર રસ્તે ખુલ્લેઆમ ગેસ સિલિન્ડર ભરેલો ટેમ્પો ઉભો રાખીને ગેસ રિફીલિંગ કરતા એક નાગરિકે વીડિયો ઉતારી વાયરલ કર્યો

( પ્રતિનિધિ )વડોદરા,તા.22

ટ્રાફિકથી સતત ધમધમતા શહેરના પશ્ચિમ વિસ્તાર રેસકોર્સ ખાતે આવેલી આઈનોક્સ સિનેમા પાછળના જાહેર રસ્તે ખુલ્લેઆમ ગેસ સિલિન્ડર ભરેલો ટેમ્પો ઉભો રાખીને સિલિન્ડરમાંથી ગેસની ચોરી કરીને રીફીલિંગનો ખુલ્લેઆમ વેપલો કરતા હતા. જો આકસ્મિક આગ લાગે તો મોટી જાનહાની થવાની પણ શક્યતા નકારી શકાતી નથી.

વડોદરા શહેરમાં ઠેર ઠેર ચોરીછુપીથી ગેસ સિલિન્ડરની ડીલીવરી કરનારા અને ટેમ્પો ચાલક સાથે મળીને ગેસ રિફિલિંગનો વેપલો ચાલી રહ્યો છે. જાહેરમાં આવી રીતે ગેસ ચોરી કરવી લોકોની જાનહાની માટે ખતરો ઉભો કરે છે. આકસ્મિક આગ લાગે અને ધડાકો થાય ત્યારે જે તે વિસ્તારમાં જાનહાની પણ સર્જાઈ શકે છે. આવી જ એક ઘટના શહેરના પશ્ચિમ વિસ્તારમાં રેસકોર્સ ખાતે આવેલા આઈનોક્સ સિનેમા પાછળના ભાગે ખુલ્લેઆમ ગેસ રિફિલિંગ કરીને ચોરી કરવાનું કૌભાંડ ચાલી રહ્યું હતું. ખુલ્લેઆમ ગેસ સિલિન્ડરમાંથી ગેસ ચોરીથી રિફિલિંગ કરવાનો વેપલો થઈ ગયો હતો. ચાલકે સિલિન્ડર ભરેલો ટેમ્પો ઉભો રાખતા જ રીતે ટેમ્પો પાછળનું પડખું ખોલી નાખ્યું હતું અને ગ્રાહકોને ડીલેવરી અપાતા સિલિન્ડરોમાંથી ગેસ ચોરી કરીને અન્યત્ર ભરવાનો વેપલો ખુલ્લેઆમ ચાલી રહ્યો હોવાનો વિડિયો વાયરલ થવા પામ્યો હતો.

Most Popular

To Top