Vadodara

વડોદરા રેલ્વે સ્ટેશન પરથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો, એસએમસીને મોટી સફળતા

રેલવે સ્ટેશન નજીક દારૂ ભરવા માટે ઉભેલી ઇકો કારને પણ પકડી લેવાઈ, રેલ્વે પોલીસ ઊંઘતી ઝડપાઈ

વડોદરા તા.13

સ્ટેટ મોનિટરિંગ સેલને વડોદરામાં ફરી વિદેશી દારૂ પકડવામાં મોટી સફળતા મળી છે. વડોદરા રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર છ ઉપર આવીને ઊભી રહેલી ટ્રેનમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂની બોટલો એસએમસીએ ઝડપી પાડી હતી. દિલ્હી મુંબઈ જતી ટ્રેનમાં દારૂનો જથ્થો લવાયો હતો. હાલમાં દારૂનો જથ્થો રેલવે પોલીસને સોપાયો છે ત્યારે આ દારૂ કોણે મંગાવ્યો હતો અને કયાં લઈ જવાનો હતો તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.
છેલ્લા ઘણા દિવસોથી સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ વડોદરા શહેર અને જિલ્લામાં દારૂ તથા નશીલા પદાર્થોની હેરફેરી પર સપાટો બોલાવી રહી છે. ત્યારે તાજેતરમાં વડોદરા શહેરના આવેલા રેલવે સ્ટેશન પરથી તાજેતરના સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે હેરોઇન ડ્રગ્સ સાથે પેડલરને ઝડપી પાડ્યો હતો. જેમાં વડોદરા એસઓજીના એએસઆઇની સંતોની બહાર આવતા એસએમસીએ તેની ધરપકડ કરી લીધી હતી હાલમાં આ એસ આઈ ને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને જેલવાસ ભોગવી રહ્યા છે.
ત્યારે ફરિવાર સ્ટેટ મોનિટરિંગ સેલ ને બાતમી મળી હતી કે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ ટ્રેનમાં દારૂની હેરાફેરી થવાની છે અને વડોદરા રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 6 ઉપર દારૂ ઉતારવામાં આવનાર છે અને ત્યાંથી eco ગાડીમાં દારૂ ભરીને રવાના કરવાનો છે. જેના આધારે એસએમસીની ટીમે વડોદરા રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 6 પર વોચ ગોઠવી હતી. દરમિયાન ટ્રેન આવતા એસ એમ સી એ ચેકિંગ હાથ ધર્યું હતું ત્યારે ટ્રેનમાંથી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. ઉપરાંત દારૂ લઈ જવા માટે ઊભેલી ઈકો ગાડીને પણ એસએમસીએ ઝડપી પાડી હતી. ત્યારે વડોદરામાં સ્ટેટ મોનીટરિંગ સેલ ને ફરી એક મોટી સફળતા હાથ લાગી છે. જ્યારે રેલવે પોલીસ ઊંઘથી ઝડપાઈ હતી. હાલમાં આ દારૂનો જથ્થો કબજે કરીને રેલવે પોલીસ સ્ટેશનમાં સુપ્રત કરવામાં આવ્યો છે.
દારૂનો જથ્થો કોના દ્વારા મંગાવવામાં આવ્યો હતો કોણ આપવા માટે આવ્યું હતું અને ક્યાં લઈ જવાનો હતો તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. જોકે પોલીસને જોઈને આરોપીઓ ફરાર થઈ ગયા હતા.

Most Popular

To Top