એક્સપરિમેન્ટ માટે લઈ જવામાં આવતા હોવાનું પ્રાથમિક અનુમાન
સસલા અને સફેદ ઉંદર હાવડા એક્સપ્રેસ ટ્રેન મારફતે વડોદરા રેલવે સ્ટેશન પર લવાયા હતા

( પ્રતિનિધિ )વડોદરા,તા.15
વડોદરા રેલવે સ્ટેશનના પાર્સલ વિભાગ ખાતેથી ગુજરાત પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થા દ્વારા વેસ્ટ બેંગોલથી મોકલવામાં આવેલું સફેદ ઉંદર અને સસલાઓને ભરેલું એક કંસાઈન્ટમેન્ટ પકડી પાડવામાં આવ્યું હતું. જેમાં કેટલાક જીવોનું મોત પણ થયું છે. ત્યારે, આ મામલે રેલવે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથધરવામાં આવી છે.

ગુજરાત પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થાના નેહબેને જણાવ્યું હતું કે, વેસ્ટ બેંગોલ થી આવ્યા છે અને ક્યાં જઈ રહ્યા છે તેની તપાસ કરવામાં આવી રહી છે. વડોદરા રેલવે સ્ટેશન ઉપર પ્લેટફોર્મની ઉપર ઉતાર્યા હતા. આખું કંસાઈમેન્ટ એટલે અમે રેલવે વિભાગને જાણ કરી અને જોયું તો ભયંકર ક્રૂરતા થઈ છે. કારણ કે ઘણી દૂર વેસ્ટ બેંગોલ થી આવ્યા છે. કોઈપણ નીતિ નિયમોનું પાલન થયું નથી અને ઘણા જીવો બચ્ચાની મોત પણ થઈ ગઈ છે. અમુક ગર્ભવતી જે માદા હોય તે આટલો લાંબો સફર કરી ન શકે. એટલે એ જીવોને કેવી રીતે એલાવ કર્યું કોણે એનઓસી આપી એ તપાસનો વિષય છે અને ગર્ભવતી જીવ હતાં તેમણે બચ્ચા આપી દીધા છે અને એ પોતે જ ખાઈ રહી છે કારણ કે અંદર ખાવાનું પણ નથી આની અંદર સસલા છે અને સફેદ ઉંદર છે. રેલવે પોલીસ અને જીએસપીસીએ સાથે મળીને આની તપાસ કરાશે. પ્રાણી ક્રૂરતા અધિનિયમન 1960 કલમ 11 ની અંતર્ગત આ ગુનો બને છે અને આ ગુના હેઠળ જે મૂળ માલિક હશે એની પર આ ગુનો દાખલ થશે. દંડ ભરવો પડશે અને બીજીવાર આવી રીતે કોઈ પણ રેલવેની અંદર આવી રીતે કંસાઇનમેન્ટ ન લાવે એની તપાસ ચલાવવામાં આવી રહી છે.
