કૌભાંડી 5 રેલવેના અધિકારીઓ સસ્પેન્ડ કરાયા :
48 કલાક સીબીઆઈની કસ્ટડીમાં રહેતા રેલ્વે વિભાગ દ્વારા સસ્પેનશનનો નિર્ણય લેવાયો :
( પ્રતિનિધિ )વડોદરા,તા.21
સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન અને એસીબીની ટીમો દ્વારા વડોદરાના પ્રતાપ નગર ખાતે રેલવે કવોટર્સમાં દરોડા પાડી અધિકારીઓની ધરપકડ કરી રેલવેની ડિપાર્ટમેન્ટલ પ્રમોશન ની પરીક્ષાના કોભાંડનો પર્દાફાશ કર્યો હતો. આ કૌભાંડમાં કુલ પાંચ અધિકારીઓ ઝડપાયા છે. ત્યારે આ તમામ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. 48 કલાક સીબીઆઇની કસ્ટડીમાં રહેતા રેલવે દ્વારા તેમને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવાયો હતો.
વડોદરામાં ડિપાર્ટમેન્ટ અને પ્રમોશનની પરીક્ષા ના કથિત કૌભાંડમાં વરિષ્ઠ વિભાગીય કર્મચારી અધિકારી સુનિલ બિસ્નોઈ અંકુશ વાસન સંજય કુમાર તિવારી નીરજ સિન્હા અને દિનેશકુમારને સીબીઆઈ અને એસીબીની ટીમે દરોડા પાડી ઝડપી લીધા હતા. વડોદરા રેલવે ડિવિઝનમાં પાંચ અધિકારી સહિત છ ની ધરપકડ સીબીઆઇએ કર્યા બાદ તેમને ઓફિસમાંથી સીધા રેલ્વે ગેસ્ટ હાઉસમાં લઈ જવાયા હતા.જ્યાં તમામ રેલવે અધિકારીઓને અલગ અલગ બેસાડી ઝીણવટભરી પૂછપરછ તેમ દસ્તાવેજોની ચકાસણી પણ કરાઈ હતી. ઝડપાયેલા અધિકારીઓ સિવાયનો મુકેશ મીના સુનિલ બિશ્નોઈના અમદાવાદથી સંપર્કમાં આવ્યો અને સુનિલની વડોદરા બદલી થતાં મુકેશ મીનાને રેલવે કર્મચારીઓની બઢતી અને બદલી તેમજ નિયુક્તિ કરાવવાનું સરળ થઈ ગયું હતું. તેઓ ઉમેદવારો શોધી શોધીને રૂપિયા લેવાનું કામ કરતો હતો. બીજી બાજુ સંજય તિવારીની પત્ની વીમા એજન્ટ હોવાથી મુકેશ મીના વચ્ચે પણ સારો તાલમેલ હતો. જેથી 10 ઉમેદવારોના રૂપિયા એકત્ર કરવાનું કામ મુકેશ મિના અને વડોદરા સ્ટેશનના ડેપ્યુટી સુપ્રિટેન્ડન્ટ નીરજ સિન્હાને સોંપાયું હતું. રૂપિયા આપીને પ્રમોશન મેળવવા માંગતા રેલવે કર્મચારીઓ મોટાભાગે આણંદમાં મુકેશ મીનાને મળતા હતા અને ત્યાર પછી મુકેશ સુનિલ બિસ્નોઈ સાથે વાતચીત કરીને પ્રમોશનની કાર્યવાહી થતી હતી. મુકેશે એક સિલેક્શનમાં તો મીના અટકના સાત પૈકી ત્રણ જણ પસંદ કરાવ્યા હતા. હાલ આ ઝડપાયેલો મુકેશ મીના આણંદના સારસા અને બીજી બે જગ્યાઓ ઉપર પેટ્રોલ પંપ ધરાવે છે અને તેણે વહીવટદાર તરીકે ભૂમિકા ભજવી હતી. મુકેશ મીના એ મોકલેલા ઉમેદવારોની ઈચ્છા મુજબ પેપર બનાવીને સુનિલ બિસ્નોઈ પસંદ કરતો હતો વર્ષ 2023 ની વેલ્ફેર ઇન્સ્પેક્ટરની ભરતીમાં તો ત્રણ ઉમેદવારો મીના અટકવાળા પસંદ થયા હતા. જ્યારે છ લોકો રાજસ્થાનના પસંદ થયા હતા. હાલ સમગ્ર ડિપાર્ટમેન્ટ પ્રમોશન ની પરીક્ષા ના કૌભાંડમાં આઇઆરપીએસ કેડરના બે સહી પાંચ રેલવે અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ત્યારે 48 કલાક સીબીઆઈ કસ્ટડીમાં રહેતા રેલવે વિભાગે આ તમામ અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે. જ્યારે બીજી તરફ તેમની બે નામી મિલકતો અંગેની તપાસ પણ શરૂ કરી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું.
