Vadodara

વડોદરા : રેલવે સ્ટેશન પર સાયરન રણકયા,લોકોમાં ફફડાટ, ટ્રેન વ્યવહારને અસર


વટવામાં વાયડકટ બાંધકામ દરમિયાન ગેન્ટ્રી લપસી :

( પ્રતિનિધિ )વડોદરા,તા.24

રવિવારની રાતે વડોદરા રેલવે સ્ટેશન નું સાયરન રણકી ઉઠ્યું હતું. અમદાવાદ વટવામાં વાયડકટ બાંધકામ દરમિયાન એન્ટ્રી લપસી પડી હતી રાત્રિના 11:00 કલાકે એક ઘટનાએ રેલવે લાઈનને અસર કરી હતી. નેશનલ હાઈ રેલવે કોર્પોરેશનના અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી.



વટવા-અમદાવાદ વચ્ચે ડાઉન લાઇન પર ટ્રેન સેવાઓને અસર થઈ હતી. કારણ કે આ લાઇનની આસપાસ કાર્યરત સેગમેન્ટલ લોન્ચિંગ ગેન્ટ્રીમાંથી એક ગર્ડરનું લોન્ચિંગ પૂર્ણ કર્યા પછી પાછી ખેંચાતી વખતે આકસ્મિક રીતે તેની જગ્યાએથી લપસી ગઈ હતી. જેના કારણે રેલ વ્યવહાર પ્રભાવિત થયો છે. 24 માર્ચના રોજ અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ કર્ણાવતી એક્સપ્રેસ ટ્રેન નં.12933-12934 સંપૂર્ણપણે રદ કરવામાં આવી હતી. આંશિક રીતે રદ થયેલી ટ્રેનમાં 24 માર્ચના રોજ ટ્રેન નં. 12009 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ શતાબ્દી એક્સપ્રેસને વડોદરા સ્ટેશન પર ટૂંકા ગાળા માટે બંધ કરવામાં આવશે અને આ ટ્રેન વડોદરા-અમદાવાદ વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવી હતી. ટ્રેન નં. 12010 અમદાવાદ – મુંબઈ સેન્ટ્રલ શતાબ્દી એક્સપ્રેસ વડોદરા સ્ટેશનથી ટૂંક સમયમાં ઉપાડવામાં આવી અને આ ટ્રેન અમદાવાદ – વડોદરા વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવી હતી. જ્યારે, ટ્રેન નં.12478 શ્રી માતા વૈષ્ણોદેવી કટરા-જામનગર એક્સપ્રેસ રતલામ-ચિત્તોડગઢ-બેડાચ-ઉદયપુર સિટી-હિંમતનગર-અમદાવાદ-વિરમગામ દ્વારા ડાયવર્ટ કરેલા રૂટ દ્વારા દોડાવાઈ હતી. ટ્રેન નં.11090 પુણે-ભગત કી કોઠી એક્સપ્રેસ વડોદરા-રતલામ-ચંદેરિયા-અજમેર-મારવાડ થઈને ડાયવર્ટ રૂટ પર દોડશે. ટ્રેન નં.15046 ઓખા-ગોરખપુર એક્સપ્રેસ અમદાવાદ અસારવા હિંમતનગર ઉદયપુર રતલામ થઈને ડાયવર્ટ રૂટ પર દોડાવાઈ હતી ટ્રેન નંબર 09417 અમદાવાદ-દાનાપુર સ્પેશિયલ અમદાવાદ અસારવા હિંમતનગર ઉદયપુર રતલામ થઈને દોડાવાઈ હતી.

Most Popular

To Top