વડોદરા તા.19
વડોદરા રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ પરથી રૂ.6 કરોડ ઉપરાંતના સોના સાથે એક શખ્સને રેલવે પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો. જેથી પોલીસ દ્વારા આટલી મોટી માત્રામાં સોનાનો જથ્થો ક્યાંથી અને કોની પાસેથી લાવ્યો હતો અને ક્યાં લઈ જતો હતો તેની ઘનિષ્ઠ પૂછપરછ કરવામાં આવી રહી છે.
પશ્ચિમ રેલવેમાં દોડી રહેલી ટ્રેનો ગેરકાયદે દારૂ, ગાંજો, ડ્રગ્સ સહિતના નશીલા પદાર્થની હેરાફેરી તો થતી રહેતી હોય છે. જેના પોલીસ સતત વોચ રાખતી હોવા સાથે ઘણી વાર આવા ગેરકાયદે નશા પદાર્થની હેરફેરી કરનારને ઝડપી પાડવામાં આવતા હોય છે. પરંતુ હવે અતિ કિંમતી કહેવાતા સોનાની સોદાગરોએ પણ ટ્રેન દ્વારા હેરાફેરી શરૂ કરી છે. સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ ગઈ કાલે રાત્રિના સમયે એક શખ્સ થેલામાં કેટલીક શંકાસ્પદ વસ્તુનો જથ્થો લઈને જઈ રહ્યો હતો. ત્યારે રેલ્વે પોલીસની ટીમ દ્વારા આ શંકાસ્પદ વ્યક્તિને વડોદરા રેલ્વે સ્ટેશન પર ઝડપી પાડ્યો હતો. તેની પાસેના થેલામાં તપાસ કરી હતી ત્યારે મોટી માટેના સોનાની વસ્તુઓ મળી આવી હતી. ત્યારે અંદાજે રૂપિયા 6 કરોડ ઉપરાંતનું સોનુ હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસ દ્વારા આ આ શખ્સની પ્રાથમિક પૂછપરછ કરતા તેણે વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં સોનાની દુકાન ધરાવતા સંચાલકો પાસેથી સોનુ ઉઘરાવીને લઈ જતો હોવાનું જણાવ્યું છે. ત્યારે આ સોનુ કોણે અને કેમ આપ્યું હતું તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા ઘનિષ્ઠ રીતે તેઓએ કરાય તો ઘણી મહત્વી વિગતો બહાર આવે તેમ છે.