Vadodara

વડોદરા રેલવે સ્ટેશન નજીક કચરામાં આગ લાગતાં નાસભાગ

  • બુલેટ ટ્રેનની કામગીરી ચાલી રહી છે ત્યાં પ્લેટફોર્મ નં 7 પાસે કચરાના ઢગલામાં આગ લાગી હતી
  • ફાયર વિભાગે આગ ઉપર કાબુ મેળવ્યો

વડોદરા રેલ્વે સ્ટેશન નજીક ગત મોડી રાતે કચરામાં અચાનક આગ ભભુકી ઉઠતા નાસભાગ મચી જવા પામી હતી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 7 નજીક કચરાના ઢગલામાં આગની ઘટના બની હતી.વડોદરા રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 7 કે જ્યાં બુલેટ ટ્રેનની કામગીરી ચાલી રહી છે ત્યાં ગધરાતે અચાનક કચરામાં આગ ભભુકી ઉઠી હતી. જૂથ જોતા માં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું બનાવની જાણ થતા જ વડોદરાના ફાયર ફાઈટર્સ ઘટના સ્થળે દોડી ગયા હતા અને આગ ઉપર કાબુ મેળવ્યો હતો. ફાયર વિભાગે ભારે જહેમત ઉઠાવી હતી. કચરામાં આગ લાગવાના કારણે કોઈ જાનહાનિ નોંધાઈ નથી અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસો અગાઉ નવસારી રેલવે સ્ટેશન ખાતે પણ આગની ઘટના બની હતી ત્યારબાદ વડોદરા રેલવે સ્ટેશન નજીક આ આગની ઘટના બનવા પામી છે.

Most Popular

To Top