રેલવે સ્ટેશન ખાતે મુસાફરો માટે નવીનતમ સુવિધાઓનો પ્રારંભ
સારથી નામે મફત ગતિશીલતા સહાય સેવા 24 કલાક શરૂ કરવામાં આવી :
( પ્રતિનિધી )વડોદરા,તા.2
વડોદરા શહેરના રેલવે સ્ટેશન પર મુસાફરો માટે નવી સુવિધાઓનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં નિશુલ્ક બેટરી સંચાલિત સેવા મહિલા વેઇટિંગ રૂમ અને એસી વેઈટિંગ રૂમમાં બાળ સંભાળ કક્ષનો સમાવેશ થાય છે. સાથે જ એક નવી મફત ગતિશીલતા સહાય સેવા શરૂ કરવામાં આવી છે. આ સેવા હેઠળ બેટરી સંચાલિત કાર્ડ વરિષ્ઠ નાગરિકો દિવ્યાંગ વ્યક્તિઓ ગર્ભવતી મહિલાઓ અને બીમાર મુસાફરોને મફત સહાય પૂરી પાડશે.

વડોદરાના રેલ્વે સ્ટેશન ખાતે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબીલીટી સીએસઆર પહલ ફાર્માસન અને રેલવે વચ્ચેના સહયોગથી મુસાફરો માટે નવીનતમ સુવિધાઓ શરૂ કરવામાં આવી છે. જેમાં મફત બેટરી સંચાલિત કાર્ટ સેવા અને મહિલા વેઇટિંગ રૂમ અને એસી વેઇટિંગ રૂમમાં સ્થિત બાળ સંભાળ કક્ષનું સૌંદર્યકરણ સામેલ છે. રેલવે સ્ટેશન પર ખાસ સારથી નામની એક નવી મફત ગતિશીલતા સહાય સેવા શરૂ કરવામાં આવી છે. આ સેવા હેઠળ, બેટરી સંચાલિત કાર્ટ વરિષ્ઠ નાગરિકો, દિવ્યાંગ વ્યક્તિઓ, ગર્ભવતી મહિલાઓ અને બીમાર મુસાફરોને 24/7 મફત સહાય પૂરી પાડશે. મહિલા વેઇટિંગ રૂમ અને એસી વેઇટિંગ રૂમમાં સ્થિત બાળ સંભાળ કક્ષ જેમાં બેબી કેર ટેબલ, સજાવટ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓ પૂરી પાડવામાં આવી છે. આ પહેલનો હેતુ મહિલા યાત્રીઓ, ખાસ કરીને માતાઓને તેમના બાળકોની સંભાળ રાખવા માટે એક સ્વચ્છ અને સુવિધાજનક સ્થળ પૂરું પાડવાનો છે.

આ પ્રસંગે સાંસદ, વડોદરા રેલ મંડળના ડીઆરએમ રાજુ ભડકે, વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક નરેન્દ્ર કુમાર, વરિષ્ઠ મંડળ ઈલેક્ટ્રિકલ એન્જિનિયર પ્રદીપ મીણા, વરિષ્ઠ મંડળ એન્જિનિયર સમન્વય સુમિત ઠાકુર સહિત અન્ય રેલ અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.