હર્ષદ બ્રહ્મભટ્ટે દાગીનાના બદલામાં આપેલો ચેક બેંકમાં ડિપોઝિટ કરાવતા બાઉન્સ થયો, ગીરવી મુકેલા દાગીના છોડાવવા મહિલાએ આપેલા રૂ.1.06 લાખ પણ ચાઉં કરી નાખ્યા
વડોદરા તા.21
ગોત્રી હરીનગર રોડ ઉપર રહેતી મહિલાના મિત્રને રૂપિયા 20 લાખની જરૂરિયાત હતી. ત્યારે પાડોશીના પુત્રએ સોનાના ઘરેણા પર રૂ. 20 લાખ અપાવવાનું કહીને મહિલાના દાગીના ગીરવી મૂકી દીધા હતા અને મહિલાના મિત્રને ચેક આપ્યો હતો. જે ચેક બેંકમાં ડિપોઝિટ કરાવતા બાઉન્સ થયો હતો. મહિલાએ દાગીના છોડાવવા માટે 1.06 લાખ તેને આપ્યા હોવા છતાં દાગીના નહીં છોડાવી રૂપિયા ચાઉ કરી નાખ્યા હતા. વારંવાર દાગીના અને રૂપિયાની માંગણી કરતા યુવકે પોલીસ કેસ કરશો તો પોલીસ પણ મારૂ કશું બગાડી શકશે નહી તેમ જણાવતા મહિલા ગભરાઈ ગઈ હતી અને તેના વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.
વડોદરા શહેરના હરિનગર રોડ પર આવેલી આકાશ ગંગા ઓઢવપુરા આઈનોક્સ પાછળ રહેતા સોનિયા કિશોરભાઈ ભાગચંદાણીએ બાજુમાં રહેતા નિલા બ્રહ્મભટ્ટને તેમના મિત્ર જૈનિશને રૂ.20 લાખની જરૂરી હોવાનું જણાવ્યું હતું. જેથી તેણે તેમના પુત્ર હર્ષદ રાકેશકુમાર બ્રહ્મભટ્ટ જે પ્રોપર્ટી તથા જીએસટીનું કામ કરતા હોય તેને વાત કરવા કહ્યું હતું. જેથી મહિલાએ તેમના મારા મિત્ર જૈનિશ માટે રૂ.20 લાખની હર્ષદ બ્રહ્મભટ્ટને વાત કરી હતી ત્યાંરે તેણે તમે સોનાના ઘરેણા આપો તો તમને રૂ.20 લાખની વ્યવસ્થા કરી આપુ તેમ કહ્યું હતું. જેથી મહિલાએ હર્ષદ બ્રહ્મભટ્ટ પર વિશ્વાસ કરી સોનાના ઘરેણા ગીરવે મુકવા માટે આપવનું નક્કી કર્યું હતું. ગત માર્ચ મહીનામા ઓઢવપુરા માતાના મંદિર પાસે ઇલોરા પાર્ક ખાતે મને સોનાના ઘરેણા લઈને બોલાવ્યો હતો. ત્યા જઈને મહિલા પાસેથી સોનાના ઘરેણા પર રૂ.20 લાખ અપાવશે તેમ કહી હર્ષદ સોનાના ઘરેણા લઈને ગયો હતો. ત્યારબાદ તેને મિત્ર જૈનીશને રૂ.20 લાખનો એક ચેક આપ્યો હતો આ તેઓ એ ચેક બેંકમાં જમા કરાવ્યો હતો. પરંતુ આ ચેક બાઉન્સ થયો હતો. જેથી મહિલાએ હર્ષદ બ્રહ્મભટ્ટ પાસે નાણાની માંગણી કરતા તેઓ ગલ્લા તલ્લા કરવાનું શરૂ કર્યું હતું. દરમિયાન સોનાના ઘરેણા છોડાવવા નાણાની માંગણી કરી હતી.જેથી તેને ગત માર્ચથી મે સુધી ઓનલાઇન તથા રોકડા મળી રૂ.1.06 લાખ ઘરેણા છોડાવવા આપ્યા હતા તેમ છતા હર્ષદ બ્રહ્મભટ્ટ ઘરેણા પરત કર્યા ન હતા અને આ રૂપિયા પણ ચાઉ કરી નાખ્યા હતા. મહિલા વારંવાર રૂપિયા તથા દાગીનાની માંગણી કરતા હોવા છતાં હર્ષદ આપતો ન હતો ઉપરાંત તેણે જણાવ્યુ હતું કે તમે પોલીસ કેસ કરશો તો પોલીસ પણ મારૂ કશું બગાડી શકશે નહી. હર્ષદ બ્રહ્મભટ્ટે મહિલાના મિત્રને રૂપિયા 20 લાખ અપાવવાનું કહીને સોનાના ઘરેણા પર ગીરવી મૂકી દીધા હતા. ઉપરાંત સોનાના ઘરેણા છોડાવવા આપેલા રૂ.1.06 લાખ પણ તેણે પડાવી લીધા બાદ પરત નહીં કરીને તેમની સાથે છેતરપિંડી કરી હતી. જેથી મહિલાએ હર્ષદ બ્રહ્મભટ્ટ વિરુદ્ધ ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.