ક્રેડિટ કાર્ડ બંધ કરાવી દેતા તેની અદાવતે બે શખ્સો દ્વારા રિવોલ્વર બતાવી યુવક પાસેથી રૂ.3 હજારની લૂંટ
અગાઉ પણ યુવક પાસે એક લાખ રૂપિયા માગી, 11 હજારની યુવક પાસેથી લુંટ ચલાવી હતી
પ્રતિનિધિ વડોદરા તા.30
વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં રહેતા શખ્સે ત્રણથી ચાર મહિના પહેલા યુવકને રોકી રૂપિયા એક લાખની માગણી કરી હતી. પરંતુ યુવકે રૂપિયા નહી હોવાનું કહેતા તેના પેન્ટના ખિસ્સામાંથી રૂ. 11 હજાર તથા ક્રેડિટકાર્ડ કાઢી લીધુ હતુ. ત્યારબાદ ક્રેડિટકાર્ડથી રૂ. 85 હજારના ઉપાડી લીધા હતા. જેથી યુવકને રૂપિયાનો મેસેજ આવતા તેણે ક્રેડિટકાર્ડ બંધ કરાવી દીધી હતુ. જેની અદાવતે રીઢા આરોપી સહિત બે શખ્સે એસી રિપેરિંગનું કામ કરતા યુવકને હાથીખાનામાં પાસે રોકી રિવોલ્વર બતાવી અગાઉની મેટરમાં સમાધાન કરી નહી તો તને પુરો કરી દઇશુ, આ રિવોલ્વર તારી સગી નહી થાય તેવી ધમકી આપી હતી. ત્યારબાદ યુવક પાસેથી ધમકી આપી રૂ. 3 હજાર લુંટી લીધા હતા અને જો પોલીસ કેસ કે કોઇને જાણ કરીશ તો તેને તથા તાર ભાઇઓને ખતમ કરી નાખીશુ તેવી ધમકી આપતા યુવકે કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.
વડોદરા શહેરના હાથીખાના વિસ્તારમાં ચમન ટેકરા કબ્રસ્તાન પાસે રહેતા જાફર મોહમદ સિદ્દીક દિવાન એસી રિપેરિંગનું કામ કરે છે. 28 ડિસેમ્બરના ડિસેમ્બરના રોજ સવારના નવ વાગ્યાની આસપાસ મોઈન દિવાને તેમને ફોન કરી ગોત્રી રોડ ખાતે ગ્રીન લીફ રીગાલીયાના આઠમા માળે એક ફ્લેટમાં એ.સી. ફીટીંગ કરવાનું કામ કરવા જવાનું છે તેમ જણાવતા તેઓ તાંદલજા ખાતે રહેતા એજાજ સૈયદ સાથે મોપેડ ઉપર બેસી મોઈન દીવાને જણાવેલા સરનામાવાળા ફ્લેટમાં એસી ફીટીંગનુ કામ કરવા ગયા હતા. કામ પુરૂ કરી સાંજના સાડા છ વાગે ઘરે નિકળ્યા હતા અને એજાજને તેમના ઘરે મુકી પરત તેમના ઘરે પરત આવતા હતા. ત્યારે રાત્રિના સાડા આઠ વાગ્યાના અરસામાં હાથીખાના ગેટ નંબર-01ની સામે આવેલા સમ્રાટ ટ્રેડીંગ કો. નામની દુકાન આગળ આવતા આ અકબર સુન્નીએ તેમને ઇશારો કરી ઉભા રખાવ્યા હતા. જેથી હુ મોપેડ પરથી નિચે ઉતરીને સમ્રાટ ટેડીંગની દુકાન આગળ ગયા હતા. અકબર કાદરમીયા સુન્ની (રહે. કાસમઆલા કબ્રસ્તાન,બાળ રીમાન્ડ હોમની પાછળ, વડોદરા) તથા મોહમદસલીમ ઉર્ફે હલીમાં સલીમખાન પઠાણ (રહે.મોતીનગર, મન્સુરી કબ્રસ્તાન, વડોદરા) તેમની પાસે આવ્યા હતા. અકબર સુન્નીએ જણાવ્યું હતું કે મોહમ્મદ સલીમ ઉર્ફે હલીમા સાથે અગાઉના રૂપિયા બાબતની મેટર પતાવી દે નહી તો તેને જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી હતી. મોહમ્મદ સલીમ ઉર્ફે હલીમા પઠાણે પણ પોતાના કમરના ભાગે રાખેલ રીવોલ્વર જેવું હથિયાર બતાવી મારી સાથે સમાધાન કરી લે નહી તો આજે તને પુરો કરી દઈશ, આ રીવોલ્વર તારી સગી નહી થાય તેવી ધમકી આપી હતી. મોહમદસલીમ ઉર્ફે હલીમાએ આજથી ત્રણ-ચાર મહિના પહેલા કાસમઆથા કબ્રસ્તાન, શ્રીનાથ પેટ્રોલપંપ પાસે રાત્રીના સાડા છ વાગ્યાના સુમારે તેને રોકી એક ગાખ રૂપિયા માંગ્યા હતા. જેથી યુવકે તેને જણાવ્યું હતું કે હું તને શા માટે એક લાખ રૂપિયા આપું અને હાલમા તેની પાસે આટલા રૂપિયા નથી તેમ જણાવતા મોહમદ સલીમ ઉફે હલીમા પઠાણે બળજબરીથી યુવકના પેન્ટના ખીસ્સા ફેફોસવા લાગ્યા હતા. જેથી તેના પેન્ટના ખિસ્સામાંથી પાકિટ તેને આપતા પાકિટમાંથી હલામા પઠાણે રોકડા રૂ.11 હજાર, તથા એસબીઆઈ બેન્કનું ક્રેડીટકાર્ડ લઇ જતો રહયો હતો. થોડા સમય પછી મોહમદ સલીમ ઉર્ફે હલીમા પઠાણે ક્રેડિટકાર્ડમાંથી અલગ અલગ જગ્યાએથી આશરે રૂ.85 હજારની ખરીદી કરી હતી. જેનો મેસજ યુવકના મોબાઈલમાં આવતા યુવકે ક્રેડીટકાર્ડ બંધ કરાવી દીધુ હતું. જેની અદાવત રાખી બન્ને શખ્સે યુવકને 28 ડિસેમ્બરે રોકી જાનથી મારી નાંખવાની ધમકી આપતા હતા. દરમ્યાન હુસેન કાદરમીયા સુન્ની યુવક સાથે દાદાગીરી કરી મોહમદ સલીમ ઉર્ફે હલીમા સાથે સમાધાન કરી લે નહિતર આનું પરિણામ સારૂ નહીં આવે તેવી ધમકી આપી યુવક પાસેથી બળજબરીથી 3 હજાર લઇ લીધા હતા. યુવકનો ભાઈ ત્યાં આવી જતા બે જણા ત્યાંથી જતા રહ્યા હતા. ઉપરાંત આ બાબતે પોલીસ કેસ કે કોઈને પણ જાણ કરીશ તો તને તથા તારા ભાઈઓને ખતમ કરી નાખીશું તેવી ધમકી પણ આપી હતી. જેથી યુવકે કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ત્યારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કાદર સુન્નીને ઝડપી પાડ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.