Business

વડોદરા : રિફાઈનરી બેન્ઝીન સ્ટોરેજની ટેન્કમાં બ્લાસ્ટ,2 ના મોત,કંપની બહાર મૃતકના પરિજનોનું ધરણા પ્રદર્શન

મૃતકોના પરિવારજનોને મોડે સુધી જાણ ન કરાઈ હોવાના આક્ષેપ :

બાળકોનું ભણતર,કાયમી નોકરી સહિત વળતરની માંગ :

૨૨ ગામોના 40,000 લોકોને શ્વાસ લેવામાં તકલીફ

( પ્રતિનિધિ )વડોદરા,તા.12

વડોદરાના કોયલી ખાતે આવેલી ગુજરાત રિફાઇનરીના 68 નંબરના બેન્ઝીન કેમિકલ સ્ટોરેજની ટેન્કમાં બપોરે 3:30 કલાકે પ્રથમ બ્લાસ્ટ બાદ આગ લાગી હતી. જે પછી રાત્રે 8:30 કલાકે બીજો પ્રચંડ ધડાકો થયો હતો અને ટેન્ક ફાટી નીકળી હતી. જેમાં આગ ઓલવવાની કામગીરી કરી રહેલા ફાયર બ્રિગેડના સબ ઓફિસર પણ દાઝી ગયા હતા. જ્યારે અન્ય બે ઘાયલ થયા હતા તેઓનું હોસ્પિટલના બિછાને ટૂંકી સારવાર બાદ મોત થયું છે. જેને લઈને મૃતકના પરિવારજનો સહિત આસપાસના ગ્રામજનોમાં પણ ભારે રોષ ફેલાયો છે તેઓએ બીજા દિવસે મંગળવારે રિફાઇનરી કંપનીના ગેટ બહાર ધરણા પ્રદર્શન યોજી ન્યાય સાથે વળતરની માંગ કરી હતી.

વડોદરા શહેર નજીક કોઈલી ગામ પાસે આવેલ રિફાઇનરીમાં સોમવારે બપોરે પ્રચંડ ધડાકા સાથે આગની ઘટના બની હતી. જેના કારણે તંત્ર દોડતું થયું હતું આ ઘટના બાદ સાંજે 8:30 કલાકે બીજો બ્લાસ્ટ થયો હતો જેના કારણે આસપાસના લોકોમાં ફાફડાટ ફેલાયો હતો આશરે 20 થી વધુ ગામોના રૂ.40,000 થી વધુ લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી આ ઘટનામાં કોયલી ગામના અને આણંદના તારાપુર ખાતેના એક કામદારનું મોત થયું હતું જોકે આ બનાવ અંગેની જાણ મૃતકના પરિવારજનોને મોડે સુધી કરવામાં આવી નહીં હોવાના આક્ષેપ સાથે બીજા દિવસે મંગળવારે ગ્રામજનો અને મૃતકના પરિવારજનો એ રિફાઇનરી કંપની ખાતે પહોંચી હેલ્લો મચાવી કંપનીના ગેટ બહાર ધરણા પ્રદર્શન કરી ન્યાય સાથે વળતરની માંગ કરી હતી. મૃતકના સ્વજને જણાવ્યું હતું કે, અમારો સ્વજન ગયો છે એનું વળતર આપે બાળકના ભણતરનો ખર્ચો અને તેની ધર્મ પત્નીને કાયમી નોકરી આપે. હજી સુધી કંપની મેનેજમેન્ટનું કોઈ અમને મળવા આવ્યું નથી. કોઈ જાણકારી આપવામાં આવી નથી. સવારમાં 4:45 વાગ્યે ફોન આવ્યો કે તમારા સ્વજનનું અવસાન થયું છે અને ક્યાં છે તે પણ હજી કહ્યું નથી. હજી તેનું મોં પણ નથી જોયું. મૃતકના અન્ય સ્વજને જણાવ્યું હતું કે, ધીમત ક્યાં છે? હજી અમને ખબર નથી પડી, કોઈ કહેતું નથી. ધરણા પર બેઠા છે અમને ચાર વાગ્યે મેસેજ આપે છે કે એસએસજી હોસ્પિટલમાં છે પણ શું છે. કશી જાણ કરી નથી. કોઈ મળવા આવ્યું નથી. ગ્રામજનોએ જણાવ્યું હતું કે , આ નફફટ તંત્ર છે એ અમને દેખાય રહ્યું છે. ગઈ કાલનો ત્રણ વાગ્યાનો બનાવ બન્યો. ત્યાર પછી અમારા ધીમત મકવાણા છે તેને ક્યારે હોસ્પિટલ લઈ ગયા, એ ક્યારે મૃત્યુ પામ્યો, આ પ્રકારની અમને કોઈપણ માહિતી એના પિતાને એના ભાઈને કોઈને આપવામાં આવી નથી. અત્યાર સુધી કંપની મેનેજમેન્ટ તરફથી માફી માંગીએ કે કોઈ પ્રકારનું આશ્વાસન આપે પરંતુ એ આપવામાં આવ્યું નથી. શૈલેષભાઈ ની ધર્મ પત્નીએ જણાવ્યું હતું કે મારે 50 લાખ રૂપિયા રોકડા જોઈએ, મારા માણસને છૂટવાના ટાઈમે અંદર મોકલ્યો સાહેબો અહીંયા જોઈએ અમને કોઈ પ્રકારની જાણ કરી નથી. નાના બાળકો છે. કોઈ જવાબ આપતું નથી. મહત્વની બાબતે છે કે ગતરોજ થયેલા બે બ્લાસ્ટમાં બે મૃતકોના મોત થયા છે જોકે મૃતકોના સ્વજનોને આ બાબતની કંપની મેનેજમેન્ટ તરફથી કોઈ જાણ કરવામાં નહીં આવી હોવાના આક્ષેપ સાથે ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે અને મૃતકના પરિવારજનોને વળતર આપે તેવી માંગ કરવામાં આવી રહી છે.

Most Popular

To Top