જાહેર રોડ પર હોસ્પિટલના સ્ટાફ સહિતના લોકોના વાહનોનું આડેધડ પાર્કિંગ છતાં કેમ પગલા ભરાતા નથી ?
હાલાકી ભોગવતા લોકોએ વારંવાર પાર્કિંગ અન્ય જગ્યા પર કરવા કહેવા છતાં સંચાલકો ધ્યાન નથી આપતા
પ્રતિનિધિ વડોદરા તા.16
રિધમ હોસ્પિટલના સત્તાધીશોની દાદાગારીના કારણે સોસાયટીના રહીશો તથા અન્ય લોકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે. વારંવાર સ્થાનિકો દ્વારા પાર્કિંગ અન્ય જગ્યાએ બનાવવા કહેવા છતાં હોસ્પિટલના સંચાલકો કોઇ ધ્યાન આપતા નથી. જાહેર રોડ પર આડેધડ પાર્ક કરાતા વાહનોને કારણે લોકોને અગવડતા પડી છે. ત્યારે હોસ્પિટલના સંચાલકોને કયા રાજકીય નેતા કે સરકારી અધિકારીના ચાર હાથ છે કે ગેરકાયદે પાર્કિંગ કરતા હોવા છતાં તેમની સામે કોઇ એક્શનમાં લેવામાં આવતા નથી ? ફેન્સિંગ તો હટાવી દીધી પરંતુ હજુ સુધી બેરેકેડ દુર કરાયા નથી તો પાછુ દબાણ કરવાનું સંચાલકોનો પ્લાન છે તેવું રહીશોમાં ચર્ચાઇ રહ્યું છે.
વડોદરા શહેરના સમા વિસ્તારમાં આવેલી સિધ્ધાર્થ બંગ્લોઝ સોસાયટીમાં રહેતા લોકોને રિધમ હોસ્પિટલના સંચાલકો દ્વારા કરાતી દાદાગીરીના કારણે પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે. હોસ્પિટલના સંચાલકો પર કયા રાજકીય નેતા કે અધિકારીઓના ચાર હાથ છે કે સંચાલકો દ્વારા જાહેર રોડની જગ્યા પર આડેધડ પાર્કિંગ કરવા છતાં તેમના હોસ્પિટલ સામે કેમ અધિકારીઓ દ્વારા પગલા ભરવામાં આવતા નથી ? જો કે સામાન્ય માણસ દ્વારા ગેરકાયદે દબાણ કરી દેવામાં આવ્યુ હોય તો પાલિકાના ટીમ દ્વારા સખતાઇ વાપરીને આ દબાણ તોડી પાડવામાં આવતું હોય છે. ઉપરાંત ટ્રાફિક પોલીસ દ્વારા લોકોને નડતરરૂપ વાહનો કરેલા હોય તો ડીટેન કરવાની કાર્યવાહી કરાતી હોય છે. પરંતુ રિધમ હોસ્પિટલના સંચાલકોના કયા અધિકારી તથા રાજકીય નેતાઓ સાથે ધરોબો ધરાવે છે, કાર્યવાહી કરવામાં તંત્ર પાછુ પડી રહ્યું છે કે પછી હોસ્પિટના સત્તાવાળાઓ બિન્દાસ્ત રીતે પાર્કિંગ કરવા દેવાની કોઇ રકમ તો અધિકારીઓ ચૂકવવામાં આવતી નથી. બીજી તરફ સ્થાનિક લોકોનો રોષ પારખીને તારની ફેન્સિંગ કાઢી નાખવામાં આવી હતી. પરંતુ હજુ સુધી બેરીકેડ હટાવવામાં આવ્યા નથી.
સંચાલકોની સ્પષ્ટ સુચના ગેટ પાસે વાહન પાર્ક નહી કરવા દેવા
સુત્રોમાંથી જાણવા મળ્યા મુજબ હોસ્પિટલમાં નોકરી કરતો કોઇ સ્ટાફ કે દર્દીઓના સગા સંબંધીઓ વાહન લઇને આવે તો ત્યાં ગેટ પાસે ઉભા રહેતા સિક્યુરિટી ગાર્ડો તેમને હોસ્પિટલ પાસે વાહન પાર્ક કરવા દેતા નથી. ગાર્ડને તેમના ડોક્ટરની સુચના હોવાથી તેઓ વાહન હોસ્પિટલ નજીક નહી પરંતુ સામે જાહેર રોડ પર પાર્ક કર માટે લોકોને જણાવતા હોય છે. જેના કારણે ત્યાં રોડ પરથી અવર જવર કરતા સ્થાનિક તથા અન્ય લોકોને ટ્રાફિકમાં અડચણ થઇ રહ્યું છે.